આયુર્વેદિકમા ખાનગી કોલેજોમાં નીટ વગરના અનેક વિદ્યાર્થીઓના પ્રવેશ થયા

586

આયુર્વેદિક અને હોમિયોપેથી માં બેઠકો ખાલી રહેતી હોવાથી કેન્દ્રના આયુષ વિભાગે આ વર્ષે પ્રવેશ લાયકાત ઘટાડતા ૫૦ ટકાથી ૩૫ ટકા  કરી હતી પરંતુ ઘણી ખાનગી કોલેજોમાં મેનેજમેન્ટ ક્વોટામાં નીટ વગરના અને ઓછા ટકા વાળા વિદ્યાર્થીઓને પણ પ્રવેશ આપી દેવાયો છે.

કેન્દ્ર સરકાર દ્વારા મેડિકલ અને ડેન્ટલ સાથે આુર્વેદિક-હોમિયોપેથી તથા નેચરોપેથી સહિતના પાંચ કોર્સમાં નીટ આધારીત પ્રવેશ ફરજીયાતો કર્યો છે. જેમાં નીટના આધારે જ પ્રવેશ થાય છે પરંતુ આયુર્વેદિક અને હોમિયોપેથીમાં બેઠકો ખાલી રહેતી હોવાથી ગત વર્ષા બાદ આ વર્ષે પણ કેન્દ્ર સરકારે નીટ પર્સેન્ટાઈલમાં ઘટાડો કર્યો હતો. જેમાં ઓપન કેટેગરીમાં ૫૦ પર્સેન્ટાઈલથી ઘટાડીને ૩૫ પર્સેન્ટાઈલ અને અનામત કેેટેગરીમાં ૪૦ પર્સેન્ટાઈલમાંથી ઘટાડી ૨૫ પર્સેન્ટાઈલ કરી દેવાયા હતા.

આ વર્ષે ગુજરાતમાં પ્રવેશ સમિતિ દ્વારા ત્રણ ત્રણ રાઉન્ડ બાદ પણ એક હજાર જેટલી બેઠકો ખાલી રહી હતી અને જે તે કોલેજોને પોતાની રીતે ભરવા સોંપી દેવાઈ હતી. જેમાં ખાનગી કોલેજોએ પોતાના મેનેજમેન્ટ ક્વોટામાં નીટ વગરના પણ કેટલાક વિદ્યાર્થીઓને પ્રવેશ આપી દીધા છે. ઉપરાંત ૩૫ અને ૨૫ પર્સેન્ટાઈલ નીચેના વિદ્યાર્થીઓને પણ પ્રવેશ આપ્યા છે. ગત વર્ષે પણ ઓછા પર્સેન્ટાઈલમાં પ્રવેશ આપવાનો અને નીટ વગર ડેન્ટલ, આયુવેદિક અને હોમિયોપેથઈમાં પ્રવેશ આપવાનો ભારે વિવાદ થયો હતો.આ વર્ષે ૩૦૦થી૪૦૦ વિદ્યાર્થીઓને મેનેજમેન્ટ ક્વોટામાં આ રીતે પ્રવેશ અપાયા હોઈ શકે છે.

Previous articleપૂનમ માડમની દીકરી શિવાનીનું સિંગાપોરમાં નિધન
Next articleગાંધીનગર ખાતે કઝાકિસ્તાનની કોન્સ્યુલેટ કચેરીનો આજથી પ્રારંભ