વાઇબ્રન્ટ સમિટ નજીક આવવાની સાથે તમામ સરકારી વિભાગો હરકતમાં આવી જતા હોય છે. ત્યારે પાટનગર યોજના વિભાગ દ્વારા નગરને જોડતા રસ્તાઓના નવીનીકરણ માટે ૭ કરોડના ખર્ચની યોજના તૈયાર કરી દેવામાં આવી છે અને તેના સંબંધમાં ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવનાર છે. તેમાં અડાલજ, રાંધેજા, મોટી ભોંયણ, દેલવાડના રોડનો સમાવેશ કરવામાં આવશે. બીજી બાજુ અન્ય ૫ માર્ગો પર રોડ ફર્નિચરની કામગીરી કરવામાં આવનાર હોવાનું વિભાગના ઇજનેરી સુત્રોએ જણાવ્યુ હતુ.
જે ૪ માર્ગને રીસર્ફેસ કરવામાં આવનાર છે. તેમાં અડાલજ ઓવરબ્રિજના રોડને રિસર્ફેસ કરવા પાછળ રૂપિયા ૧.૬૨ કરોડના ખર્ચનો અંદાજ મુકવામાં આવ્યો છે. જ્યારે ગાંધીનગરના ક ૭ સર્કલથી રાંધેજા બાલવા રોડનું કામ રૂપિયા ૧.૫૧ કરોડના ખર્ચથી કરવામાં આવશે. બીજી બાજુ મોટી ભોંયણથી હાજીપુર રોડના કામ પાછળ રૂપિયા ૧.૪૭ કોડ અને દેલવાડ એપ્રોચ રોડને રીસર્ફેસ કરવાના કામમાં રૂપિયા ૧.૪૯ કરોડના ખર્ચનો અંદાજ મુકવામાં આવ્યો હોવાનું અધિકારી સુત્રોએ જણાવ્યુ છે.
જે માર્ગો પર રોડ ફર્નિશીંગની કામગીરી કરવામાં આવનાર છે. તેમાં ખરણા, સોલૈયા રોડનું કામ, કોઠા, ડીંગુચા રોડનું કામ, લુણાસણ એપ્રોચ રોડ, પ્રતાપપુરા એપ્રોચ રોડ અને ઇન્દ્રપુરા એપ્રોચ રોડના કામનો સમાવેશ થાય છે. આ કામગીરી કરવા પાછળ ૮૨ લાખ ખર્ચ કરાશે. પાટનગરના રાજમાર્ગ કહેવાતા ઘ અને ચ રોડને તો સંપૂર્ણ રીકાર્પેટ કરી દેવામાં આવશે. ઉપરાંત મહાત્મા મંદિર આવેલુ છે, તે ખ માર્ગ અને ગ માર્ગ પર કામ કરાશે. ઉપરોક્ત સીધા માર્ગ ઉપરાંત આડા માર્ગો પર જરૂર હોય ત્યાં પેચ મારી દેવાનું કામ પણ શરૂ કરાયુ છે. નગરની ફૂટપાથની સાઇડને રંગાશે અને વૃક્ષોના થડને ગેરૂ તથા ચૂનાના પટ્ટા મારવાનું કામ ચાલુ કરાયું