અઢી વર્ષમાં દોઢ કરોડના ખર્ચે ઇટાલીમાં તૈયાર થઇ ૮૦૦ કિલોની ભગવત્‌ ગીતા

925

ઇસ્કોન દ્વારા દિલ્હીના ઈસ્કોન મંદિરમાં ૮૦૦ કિલો વજનની ભગવદ્‌ ગીતાનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરાશે. આ ગીતાને તૈયાર કરવામાં દોઢ કરોડના ખર્ચ અને અઢી વર્ષ લાગ્યા હતા. આ ગીતા ઈટાલીના મિલાન શહેરથી દરિયાઈ માર્ગે ભારતમાં લવાશે. ઇટલીમાં ૧૧મી નવેમ્બરે લાખો લોકોની વચ્ચે આ પુસ્તકનું અનાવરણ કરાયું હતું. આ ગીતા તૈયાર કરવામાં ૫૦થી વધુ લોકોની મહેનત કરી છે.

ગીતા જયંતી નિમિત્તે દિલ્હીના ઈસ્કોન મંદિરમાં ૨૦ ડિસેમ્બરના રોજ વિશ્વની સૌથી મોટી ૮૦૦ કિલોની ભગવદ્‌ ગીતાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકાર્પણ કરશે. આ ભગવદ્‌ ગીતાને તૈયાર કરવામાં અઢી વર્ષથી વધુ સમય લાગ્યો હતો. જેમાં ઈસ્કોનના સંસ્થાપક આચાર્ય શ્રીમદ્‌ એ.સી. ભક્તિવેદાંત સ્વામી શ્રીલ પ્રભુપાદજીએ ભગવદ્‌ ગીતાના પ્રચારને ૫૦ વર્ષ પૂર્ણ થતાં આ વિશેષ ગીતા તૈયાર કરાઈ છે.

આ પુસ્તક તૈયાર કરવા માટેનો તમામ ખર્ચ ઈસ્કોનના દરેક કેન્દ્રોમાંથી એકત્રિત કરાયો હતો. આ પુસ્તકને ઈટાલીના મિલાનમાં પ્રદર્શિત કરાયું હતું. આ ગીતામાં ૬૭૦ પેજ આપવામાં આવ્યા છે, જેનું કદ ૨.૮૪*૨.૦ મીટર છે. આ ગીતાને સિન્થેટિકના કાગળથી તૈયાર કરાઈ છે. આ ગીતા પર પ્લેટિનમ, સોનુ, અને ચાંદીનો ઉપયોગ કરાયો છે. આ ગીતાના પૃષ્ઠને પલટવા માટે ત્રણથી ચાર વ્યક્તિની જરૂર પડે છે.

Previous articleબે બે આત્માના કલ્યાણ કર્યા માટે આજનો દિવસ ગુજરાત માટે આનંદનો દિવસઃ રૂપાણી
Next articleરવી પાકના વાવેતરમાં ૨૯ ટકાનો ઘટાડોઃ પાણીની તંગીથી ઉત્પાદન ઘટવાનો ભય