કેન્દ્રીય મંત્રી અને RPIના અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેને એક યુવકે થપ્પડ મારી દીધી હતી. રામદાસ આઠવલે તેમની રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયાના એક કાર્યક્રમમાં શામેલ પહોંચ્યાં હતાં, જ્યાં આ ઘટના ઘટી હતી. ઘટના બાદ વિસ્તારમાં તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો.
આ ઘટના પોલીસની હાજરીમાં થાણેના અંબરનાથમાં બની છે. થપ્પડ મારવાવાળા યુવકનું નામ પ્રવિણ ગૌસ્વામી છે ઘટના બાદ આઠવલેના સમર્થકોએ યુવકને પકડી લીધો હતો અને તેની ધોલાઈ કરી હતી.
કેન્દ્રીય સામાજીક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રી રામદાસ આઠવલે અંબરનાથ વેસ્ટમાં આવેલા નેતાજી ચોકમાં પાર્ટીની એક રેલીને સંબોધિત કરવા પહોંચ્યાં હતાં. ભાષણ આપ્યા બાદ આઠવલે સ્ટેજ પરથી નીચે ઉતરી રહ્યાં હતાં. તે દરમિયાન જ એક યુવકે તેમને ગાલ ઉપર થપ્પડ મારી દીધી હતી. થપ્પડ મારીને યુવક ભાગવા જતો હતો ત્યારે તેમના સમર્થકોએ તેને પકડી લીધો હતો અને તેની ધોલાઈ કરી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપી પ્રવીણ ગોસ્વામીને અટકાયતમાં લેવામાં આવ્યો છે. જોકે હજી સુધી એ જાણી શકાયું નથી કે યુવકે કેન્દ્રીય મંત્રી પર હુમલો કેમ કર્યો. જ્યાં આ ઘટના ઘટી તે આરપીઆઈનો ગઢ માનવામાં આવે છે. માટે કોઈ અઘટીત ઘટના ના ઘટે તે માટે અહીં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
આ ઘટના બ્બાદ આઠવલેની પાર્ટીના કાર્યકર્તાઓ અને પદાધિકારીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ઘટના બાદ શનિવાર મોટી સંખ્યામાં લોકો આઠવલેના નિવાસસ્થાને એકત્ર થઈ ગયાં હતાં. પાર્ટીએ આ ઘટનાને પૂર્વ નિયોજીત હુમલો ગણાવતા તેના માસ્ટરમાઈંડની ઝડપી પાડવાની માંગણી કરી હતી.