શિશુવિહાર સંસ્થામાં ચાલતી અવૈધિક તાલીમનું સન્માન

846
bvn26112017-5.jpg

સ્વરાજ્યની શાળા તરીકે સ્થપાયેલ શિશુવિહાર સંસ્થામાં અવૈધિક રીતે જીવન શિક્ષણ આપવામાં આવે છે. કોઈપણ અભ્યાસક્રમ અથવા શિક્ષક વિના ૮૦ વર્ષથી ચાલતી શિશુવિહાર ઓપન સ્કુલમાં બાળકો અને તેના વાલીઓ પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ મેળવે છે. મેકોલ દ્વારા સ્થાપિત બૌધિક શિક્ષણમાં માનવીય મૂલ્યોની બાદબાકી થતી રહી છે અને આથી જ ભણેલો લોકો પણ પોતાની સામાજિક ફરજ અદા કરતા જોવા મળતા નથી. આવા વાતાવરણ વચ્ચે મનુષ્યના ઈમોશનલ કોશનની કાળજી લેતી શિશુવિહાર સંસ્થાનું તેના લાઈફ ટાઈમ એચિવમેન્ટ માટે તાજેતરમાં સરદાર પટેલ વિદ્યાલયમાં પૂર્વ સાંસદ રાજુભાઈ રાણા તથા પ્રાધ્યાપક બી.પી. જાગાણીના વરદ હસ્તે ડો.નાનકભાઈ ભટ્ટનું સન્માન કરવામાં આવ્યું હતું.

Previous articleઆંતર યુનિ. હોકી સ્પર્ધામાં પસંદગી
Next articleકુંભારવાડા સર્કલથી નારી રોડની હાલત બિસ્માર