રાજુલા મામલતદાર કચેરીમાં એટિવિટીમાં ઓપેરટરના અભાવે અરજદારોને હાલાકી

763

રાજુલા મામલતદાર કચેરીમાં ઓપરેટરના અભાવે ભારે હાલાકી પ્રજાજનો ભોગવી રહ્યા છે. પરિણામે વિવિધ કામો ટલ્લ ચડી રહ્યા છે. ત્યારે આ બાબતે રજુઆત કરવામાં આવી હતી.  રાજુલા મામલતદાર કચેરી એટિવિટીમાં ઓપરેટરનો અભાવ હોવાથી રાજુલા શહેર તેમજ તાલુકાના ૭ર ગામોના લોકોને ભારે હાલાકી ભોગવવી પડતી હોય છે વિવિધ કામો જેવા કે ૭ ૧ર, ૮ની નકલ, રેશનકાર્ડ દાખલ સોગંદનામાં સહિતનામાં ભારે હાડમારી પ્રજાને પડે છે.

આ બાબતે ભાજપના માજી ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ પ્રાંત કલેકટરને આ બાબતની રજુઆત કરી હતી. પરિણામે હાલ સાવરકંડલાથી એક ઓપરેટરની વ્યવસ્થા કરી છે પણ આ પ્રશ્ન કાયમી ઉકેલવા રજુઆત કરવામાં આવી છે.

Previous articleવલભીપુર પોલીસ સ્ટેશનના ગુન્હાનો વોન્ટેડ આરોપી ઝડપાયો
Next articleપ્રયત્ન ફાઉન્ડેશન દ્વારા સૌપ્રથમવાર મફત પાર્સલ ભોજન સેવાનો પ્રારંભ