પ્રયત્ન ફાઉન્ડેશન દ્વારા સૌપ્રથમવાર મફત પાર્સલ ભોજન સેવાનો પ્રારંભ

1084

ભાવનગર શહેરમાં સૌપ્રથમવાર મફત પાર્સલ ભોજન સેવાનો પ્રારંભ તા. ૯-૧રના રોજ પ્રયત્ન ફા.ન્ડેશ દ્વારા કરવામાં આવ્યો હતો. ભાવનગર શહેરમાં અનેક જગ્યાએ ભોજન શાળા તથા અન્નક્ષેત્ર ચાલે છે. પ્રયત્ન ફા.ન્ડેશન ખીચડીરથ દ્વારા રોજ ૭૦૦થી વધુ ગરીબ અને બાળકોને તેમના રહેઠાણ જઈ ગરમ મસાલા ખીચડી પીરસે છે.

પ્રયત્ન ફાઉન્ડેશ દ્વારા અનોખી સેવાકીય પ્રવૃત્તિ મફત પાર્સલ ભોજન યોજનાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યોજના સોમથી શનિ સાંજે પ-૩૦ થી ૭-૩૦ દરમિયાન મોતીબાગથી રૂપ ચોક રોડ પર તળાવની ફુટપાથ પર જયાંથી કોઈપણ વ્યક્તિને પાર્સલ કરી દેવામાં આવે છે. બે લોકોથી વધુનું પાર્સલ આપવામાં આવશે નહીં આ આયોજન વદ્વારા ઘણા પરિસ્થિતિના માર્યા લોકોની ભોજનનો લાભ મળે તેવા નિઃસ્વાર્થ ભાવે આયોજન કરવામાં આવ્યું છે.

Previous articleરાજુલા મામલતદાર કચેરીમાં એટિવિટીમાં ઓપેરટરના અભાવે અરજદારોને હાલાકી
Next articleબરવાળા : બુરહાની મદ્રેસાના બાળકોની દાંતની તપાસ કરાઈ