કનારા ગામના વેપારીની ફરિયાદ ન નોંધાતા આત્મ વિલોપની ચિમકી

825

રાણપુર પોલીસ દ્વારા કનારા ગામના પીડીત વેપારીની એફઆઈઆર નોંધવામાં ન આવતા ફરિયાદી દ્વારા રાણપુર પીએસઆઈ, ડીવાયએસપી એચ.પી. બોટાદ જીલ્લા સહિતના ઉચ્ચ અધિકારીઓને લેખિત-મૌખિક રજુઆતો કરવા છતા એફઆઈઆર નોંધવામાં ન આવતા પીડીત દ્વારા આત્મ વિલોપનની ચિમકી ઉચ્ચારી છે.

બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના કનારા ગામના ધર્મેન્દ્રભાઈ કિશનલાલ ગુપ્તા લક્ષ્મી સ્ટીલ નામની પેઢી ચલાવી વેપાર-ધંધો કરી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. ત્યારે બોટાદના બાબરકોટ ગામના પ્રતાપભાઈ મોજીરામ ગોંડલીયા દ્વારા ધર્મેન્દ્રભાઈ ગુપ્તા પાસેથી રૂા. ર૦૭૦૦૦/-ના લોખંડના સળીયાનો માલ-સ્માન તા. ૧૧-૧૧-ર૦૧૮ના રોજ ઉધારીમાં લઈ ગયેલ હતા જયારે થોડા દિવસો વત્યે ધર્મેન્દ્રભાઈ ગુપ્તા દ્વારા આપેલ લોખંડના સળીયાના માલ-સામાનના બીલ પેટેના રૂપિયા માંગતા પૈસા આપવાની ના પાડી, જાનથી મારી નાખવાની ધમકી આપી, વસ્તુ લઈ જઈ છેતરપીંડી અને વિશ્વાસઘાત કર્યા અંગેની રાણપુર પોલીસ મથકમાં સાદી અરજી આપવામાં આવી હતી. ત્યારબાદ પીડીત વેપારી દ્વારા તા. ર૬-૧૧-૧૮ના રોજ બીજી અરજી સાથે વેચાણના બિલો આપવામાં આવ્યા હતાં. તા. ૩૦-૧૧-૧૮ના રોજ બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાને મળી રજુઆત કરવામાં આવેલ હતી. તા. ૩૦-૧૧-૧૮ના રોજ રાણપુર પો.સ્ટે.માં એફઆઈઆર નોંધવા અંગે અરજી કરવામાં આવેલી હતી જે અંગે કોઈ નિર્ણય ન આવતા તા. પ-૧ર-૧૮ના રોજ ડીવાયએસપી બોટાદને રજુઆત કરેલ પરંતુ કોઈ નક્કર પરિણામ ન આવતા તા. ૧૩-૧ર-ર૦૧૮ના રોજ ૧૧-૩૦ કલાકે રાણપુર બસ સ્ટેન્ડ પાસે આત્મ વિલોપન કરવાની ચિમકી ઉચ્ચારી હતી. ત્યારે હવે જોવું રહ્યું કે રાણપુર પોલીસ પીડીત વેપારીની ફરિયાદ નોંધશે ખરી ?? આ અંગે પીએસઆઈ એ.પી. સલૈયાને કહ્યું હતું કે ધર્મેન્દ્રભાઈ ગૂપ્તાની મળેલી લેખિત અરજી અન્વયે તપાસ ચાલુ છે.

Previous articleપાલીતાણા  શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા  ફુટ વિતરણ
Next articleદામનગર નગરપાલિકા ખાતેથી સ્વચ્છતા અભિયાન રથનું પ્રસ્થાન