રોડ રસ્તા પાણી લાઈનો અને લાઈટો સહિતની રૂપિયા અઢી કરોડ ઉપરાંતના ખર્ચે વિકાસ કામો થયા : ડે.મેયર અશોકભાઈ

870

ભાવનગર મહાનગર પાલિકા વોર્ડ નં-૯ બોરતળાવ વિસ્તારમાં સેવા સદન દ્વારા અત્યાર સુધીમાં ઓછામાં ઓછા અઢી કરોડ રૂપિયા ઉપરાંતના ખર્ચે વોર્ડ વિસ્તારમાં વિકાસના નોંધપાત્ર કહી શકાય તેવા વિકાસના કામો થયા છે.

મહાનગર સેવા સદન ખાતે બોરતળાવ વિસ્તારના નગરસેવક અને હાલ ડે.મેયર અશોકભાઈ બારૈયાએ વોર્ડમાં વિકાસ કામોની ટુંકી વાતો કરતા આવી વિગ્ત જણાવી હતી. બારૈયાએ કહ્યુ કે, બોરતળાવ વિસ્તારમાં ૮૦ થી ૯૦ લાખના ખર્ચે આરસીસી રોડ, પેવર રોડ થયા. તેમણે કુમુદવાડી હિરા બજાર, ઈશ્વર મફતનગરની વાત જણાવી. રૂા.રપ લાખના ખર્ચથી ઈશ્વર મફતનગરમાં પાણીની લાઈન, બોરતળાવ કુમુદવાડી હીરા બજાર વિસ્તાર અને માલધારીમાં રૂા.૧૪ લાખના ખર્ચે આરસીસી રોડ, એલ.એ.ડી. લાઈટ નંખાવ્યાની બાબત જણાવી તેમણે ૩૦ થી ૩પ લાખના ખર્ચે પેવીંગ બ્લોકોના કામની વિગત પણ કિધી. તેમણે ૭૦-ર૦ ટકા ગ્રાન્ટની વાત કિધી અને આગામી દિવસોમાં પણ ઈશ્વરનગર મફતનગર રોડ રસ્તાના કામો થશે તેમાં ગણેશનગરનો પણ સમાવેશ થશે. આવા વિકાસના કામોના ખાત મુર્હૂતો કરવાની ગતિવિધી હાથ ધરાય રહી છે.

Previous articleસ્પોર્ટસને ઉંમર નડતી નથી : યોગાસન સ્પર્ધામાં ખેલાડીઓએ ભાગ લીધો
Next articleસમસ્ત હિન્દુ ધોબી સમાજ સમુહ લગ્ન યોજાયો