ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષક પી.એલ.માલ ખાસ ઝુંબેસ હાથ ધરેલ અને તેના ભાગ રૂપે આજરોજ એસ.ઓ.જી. શાખાના પોલીસ સબ ઇન્સપેકટર ડી.ડી.પરમારની સુચનાથી એસ.ઓ.જી. સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીની માહીતી મેળવવા ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સ્ટાફના પોલીસ કોન્સ. મહિપાલસિંહ ગોહીલ તથા પોલીસ હેડકોન્સ. જે.બી.ગોહીલ ને સંયુકતમાં મળેલ બાતમી આધારે અલંગ પો.સ્ટે. ગુન્હાના કામે નાસતી ફરતી મહિલા આરોપી ડાયબેન સુરેશભાઇ કાવાભાઇ પરમાર ઉ.વ.૪૫ રહેવાસી રાજપરા ગામ, તા.તળાજા જી.ભાવનગર વાળીને રાજપરા ગામના બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી પાડી મહિલા આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી અલંગ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે. આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ. ડી.ડી.પરમારની સુચનાથી પોલીસ હેડકોન્સ. જે.બી.ગોહિલ, મંછાબેન પરમાર, પોલીસ કોન્સ. મહિપાલસિંહ ગોહિલ, રાજદીપસિંહ ગોહિલ જોડાયા હતા.