ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષક પી.એલ.માલ ખાસ ઝુંબેસ હાથ ધરેલ અને તેના ભાગ રૂપે આજરોજ એસ.ઓ.જી. શાખાના પોલીસ સબ ઇન્સપેકટર ડી.ડી.પરમારની સુચનાથી એસ.ઓ.જી. સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીની માહીતી મેળવવા ભાવનગર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સ્ટાફના પોલીસ કોન્સ. સોહીલભાઇ ચોકીયા, પોલીસ હેડકોન્સ. ટી.કે.સોલંકી ને સંયુકતમાં મળેલ બાતમી આધારે બોરતળાવ પો.સ્ટે. ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી રમેશભાઇ ભગવાનભાઇ ચૌહાણ ઉ.વ.૪૧ રહેવાસી ગામ પાણસીણા તાલુકો લીમડી જીલ્લો સુરેન્દ્રનગર વાળાને રેલ્વે હોસ્પીટલ બસ સ્ટોપ પાસેથી ઝડપી પાડી મજકુર આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી બોરતળાવ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે. આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ. ડી.ડી.પરમારની સુચનાથી પોલીસ હેડકોન્સ. ટી.કે.સોલંકી તથા પોલીસ કોન્સ. શરદભાઇ પ્રતાપરાય તથા અબ્બાસઅલી અનવરઅલી તથા ડ્રાઇવર મુકેશભાઇ જોડાયા હતા.