અનુરાગસિંહની હિન્દી ડિરેકટર તરીકેની પ્રથમ ફિલ્મ કેસરી મારફતે શરૂઆતને લઈને બોલિવુડમાં ઉત્સુકતા છે. આ ફિલ્મમાં અક્ષયકુમાર અને પરિણિતિ ચોપડાની મુખ્ય ભૂમિકા રહેલી છે. આ ફિલ્મનું શુટીંગ હાલમાં ચાલી રહ્યું છે. હવે મુંબઈમાં શુટીંગ પુર્ણ થયા બાદ આ ફિલ્મનું શુટીંગ ગુલાબી નગરી જયપુરમાં કરવામાં આવનાર છે. પરિણિતી ચોપડાનું કહેવું છે કે તે ગુલાબી નગરથી ખૂબ જ પ્રભાવિત રહી છે. અગાઉ પણ તે અહીં આવી ચુકી છે. કેસરી ફિલ્મનુંં શુટીંગ અહીં કરવામાં આવે ત્યારે ફિલ્મના ગીતો પણ અહીં રજુ કરવામાં આવનાર છે. પરિણિતી ચોપડા ફિલ્મમાં અક્ષયકુમારની પત્ની તરીકેની ભૂમિકા અદા કરી રહી છે. પીન્ક શહેરમાં રોમેન્ટીક ગીતોનું શુટીંગ કરવામાં આવનાર છે. સેટ ઉપર રહેલા સૂત્રોનું કહેવું છે કે અક્ષયકુમાર ફિલ્મ સિટીમાં હેલિપેડ ખાતે શુટીંગ કરી રહ્યો છે.