અમરેલીના એક માછીમાર સાથે આવું જ બન્યું તેમની જાળમાં એવી તે માછલીઓ આવી કે રાતોરાત બની ગયો કરોડપતિ.
મળતી માહિતી પ્રમાણે અમરેલી જિલ્લાના જાફરાબાદ વિસ્તારનો એક માછીમાર નિત્યક્રમ મુજબ દરિયો ખેડવા ગયો હતો. તે માછલીઓની શોધમાં જાફરાબાદના દરિયામાં જાળ પાથરતા ૫૦ નોટિકલમાઈલ દૂર પહોંચી ગયો. અહીં તેની જાળમાં એક બે નહીં પરંતુ પૂરી ૮૦૦ ઘોલ માછલી ફસાય ગઇ. માછીમારે તો પોતાના વ્યવસાય અનુસાર, માછલીઓ લઈ બોટમાં લેવાનું નક્કી કર્યું. પરંતુ, તેણે જેવી જાણ પાણીમાંથી બહાર કાઢીને જોયું તો, તેની ખુશીનો કોઈ પાર ન રહ્યો. કારણ કે તેની જાળમાં કિંમતી ભાવ મળતી ઘોલ માછલી ફસાઈ હતી. તેણે એક પછી એક જાળમાં ફસાયેલી માછલીને ભેગી કરી, બોટમાં મુકી. તેની ગણતરી અનુસાર, તેની જાળમાં કુલ ૮૦૦ ઘોલ માછલી ફસાઈ હતી.
માછીમારોના જણાવ્યા અનુસાર, ઘોલ માછલીના ભાવ ખૂબ જ સારા મળે છે. ૮૦૦ ઘોલ માછલીની જો કિંમત આંકવામાં આવે તો અંદાજીત ૧.૫૦ કરોડ રૂપિયા થાય છે. એટલે કે આ માછીમાર રાતોરાત કરોડપતિ બની ગયો. આ નસીબદાર માછીમારનું નામ કાનજીભાઇ રામજીભાઇ કહેવાય છે.