કેન્સરની દવા મંગાવવાની લાલચ આપી છેતરતા ૩ ગુજરાતી સહિત ૬ ઝડપાયા

749

સાયબર ક્રાઈમે કેન્સરની દવા બનનાવાનું લિક્વિડ મંગાવાના બહાને છેતરપિંડી કરતા ૩ નાઈજીરીયન અને ત્રણ ગુજરાતી શખ્સ સહિત ૬ લોકોની ધરપકડ કરી છે. જેમાં નાઈજીરીયન શખ્સો પાસેથી ફેક પાસપોર્ટ-વિઝા મળ્યા છે. આ સિવાય આરોપીઓ પાસેથી ૫૪ હજારની રોકડ સહિત ૭ બેંકોના એકાઉન્ટ મળ્યા છે. રાજ્યભરમાંથી કેમિકલ મેળવવાના નામે અલગ-અલગ ૨૧ લોકોનો સંપર્ક કરી છેતરપિંડી આચરી હોવાનો ખુલાસો થયો છે.

આરોપીઓ લંડનમાં કેન્સરની દવા બનાવવાનું લિકવિડ ભારતથી જાય છે અને દવાનો ધંધો તમને આપવા માંગીએ છે કહી વેપારીઓ સાથે છેતરપિંડી આચરતા હતા. ત્યાર બાદ એક લીટર સેમ્પલ ૫ લાખ રૂપિયામાં વેપારી પાસેથી ખરીદાવી સેમ્પલ ચેક કરાવતા હતા. ફરિયાદીને વિશ્વાસમાં લેવા માટે તેઓ ઉર્ૐંનું બનાવટી સર્ટીફિકેટ પણ બતાવતા હતા. આરોપી ગીતાજંલી કિંજલ ગડાની જ સાવકી દીકરી છે અને સાગર ગુપ્તાની પ્રેમિકા હોવાનો ખુલાસો થયો છે.

Previous articleઅમરેલીનો માછીમાર રાતોરાત બની ગયો કરોડપતિ
Next articleમાનવ અધિકાર દિવસ નિમિત્તે  ગાંધીનગરના બ્રહ્માકુમારી ‘પીસપાર્ક’ ખાતે સેમિનાર યોજાયો