‘માનવ અધિકાર દિવસ નિમિત્તે વૈશ્વિક માનવ અધિકાર અને અપરાધ વિરોધ સંગઠન, ગુજરાત યુનીટ, ગાંધીનગર દ્વારા પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિધ્યાલય, શિવશક્તિ ભવન, પ્લોટ નં. ૭૫૧, સેકટર-૨૮, ગાંધીનગરના ‘પીસપાર્ક’ ખાતે સોમવાર,૧૦ ડિસેમ્બર, ૨૦૧૮ના રોજ સવારે ૧૧.૦૦થી બપોરે ૧.૩૦ એક સેમિનારનું આયોજન કરવામાં આવેલ. આ સેમિનારમાં મુખ્ય અતિથિ પદે શ્રી શંભુજી ઠાકોર-સ્ન્છ ગાંધીનગર-દક્ષિણ તથા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એન્ડ એન્ટીક્રાઈમ ઓર્ગેનાઇઝેશન ભારતના ચેરમેનશ્રી રમેશ શાહ, નેશનલ ટીમમાં જોડાયેલ અલગ-અલગ રાજ્યો તથા ગુજરાત રાજ્યના અલગ-અલગ જિલ્લામાંથી ૭૦ જેટલાં પદાધિકારીઓ સેમિનારમાં ઉપસ્થિત રહેલ. પરમાત્માની યાદ સાથે શરુ થયેલ સેમિનારમાં ઉપસ્થિત મહેમાનોનું બ્રહ્માકુમારી બહેનો દ્વારા પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવેલ. મંચના મહેમાનો દ્વારા દિપ પ્રજવલન કરી સેમિનારનું ઉદઘાટન ઉદઘાટન કરવામાં આવેલ. સ્ટેટ પ્રેસિડેન્ટ -ગુજરાત જયશ્રીબેન બાબરીયાએ સૌનો પરિચય સહ સ્વાગત અભિવાદન કરેલ જ્યારે બ્રહ્માકુમારીઝ સેકટર-૩૦ ગાંધીનગર સંચાલિકા બી.કે.કૃપલબેને બ્રહ્માકુમારી સંસ્થાથી સૌને અવગત કરેલ. શ્રીશંભુજી ઠાકોરે મુખ્ય અતિથિ પદે પોતાનુ વક્તવ્ય આપેલ. સયતિથિ વિશેષો એ પણ પોતાની શૈલીમાં પોતાનો પક્ષ મૂકેલ. અંતે સૌ પોતાની જગ્યાએ ઉભા થઈ અદબ સાથે રાષ્ટ્રગાન ગાયેલ. છેલ્લેરાજ્યોગિની કૈલાશ દીદીજી એ સૌને ઇશ્વરીય આશીર્વાદથી નવાજેલ અને પરમાત્મા ના ઘાર થી મહેમાનોને ભેટ સૌગાત અર્પણ કરેલ. સમગ્ર કાર્યક્રમ્નું સંચાલન બ્રહ્માકુમારીઝ ચિલોડા સેવાકેન્દ્ર સંચાલિકા બી.કે.તારાબેને ખૂબ જ સુંદર રીતે કરે. કાર્યક્રમ બાદ્વ સૌએ બ્રહ્માભોજન નો સ્વીકાર કરેલ.
Home Gujarat Gandhinagar માનવ અધિકાર દિવસ નિમિત્તે ગાંધીનગરના બ્રહ્માકુમારી ‘પીસપાર્ક’ ખાતે સેમિનાર યોજાયો