બાબરા નગરપાલિકા દ્વારા વેરો ન ભરતા મોબાઇલ કંપનીના ટાવરો સીલ

843

બાબરા નગરપાલિકા દ્વારા આજે ખાનગી મોબાઈલ ટાવર વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે. ખાનગી મોબાઇલ ટાવર કંપનીઓને અનેક વખત વેરા માટે નગરપાલિકાએ નોટિસ આપી હોવા છતા કંપનીઓ બાકી વેરો ભરવામાં આળસ કરી રહી હતી. અને ખુબ લાંબા સમયથી લાખો રૂપિયાનો વેરો બાકી રહેતા નગરપાલિકાએ આજે કંપનીના ટાવરોને સીલ મારી દીધા હતાં. મોબાઈલ ટાવરના માલિકો પાસે નગરપાલિકાના ૮૦ લાખ જેવી જંગી રકમ બાકી છે. અનેકવાર નગરપાલિકા દ્વારા નોટિસો આપવા છતાં બાકી રકમની ચુકવણી કરવામાં આવતી નથી. ત્યારે આજે સવારે ૧૧ વાગે પાલીકા પ્રમુખ, ચીફ ઓફિસર અને સાથી સભ્યો અને વેરાશાખાના અધિકારીઓ ખાનગી મોબાયલને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બાબરામાં ખાનગી મોબાઈલ ટાવર ને સીલ લાગતા શહેરમાં ખાનગી મોબાયલનું નેટવર્ક ખોરવાય ગયું હતું. ત્યાં જ શહેરાનાં મોબાયલ ધારકોમાં મોબાયલ કંપની વિરુદ્ધ રોષ ફેલાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, આઈડીયા કંપનીના ટાવરને પેહલા સીલ મારવામા આવ્યું હતું જેથી હજારો લોકોના મોબાઇલમાં ઇન્ટરનેટ બંઘ થઇ ગયા હતાં. જો કંપનીઓ પોતાનો બાકી રહેલ ટેક્સની ચૂકલણી નહી કરે તો હજુ પણ જુદી જુદી કંપનીના ટાવરોમા સીલ મારવામાં આવશે. તમને જણાવી દઇએ કે, નગરપાલિકા દ્વારા પોલીસને સાથે રાખી સીલ મારવાની કામગીરી હાથ ધરાઇ હતી.

Previous articlePMOના PRO ભાવનગરના લાલા જગદીશ ઠક્કરનું નિધન
Next articleપેપર લીક કૌભાંડઃ દિલ્હી ગેંગના વધુ ૨ વ્યક્તિની ધરપકડ