કોંગ્રેસે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો હાલ પ્રચાર અભિયાન ચાલી રહ્યું છે. કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતમાં બે દિવસથી પ્રવાસે છે. પાંચમા તબક્કાના પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધી કેન્દ્રની મોદી સરકાર પર એક બાદ એક હુમલા કરી રહ્યા છે. તેઓ જીએસટી, નોટબંધી અને રાફેલ ડીલને લઈને મોદી પર વાકપ્રહાર કરી રહ્યા છે. તેના જવાબમાં કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીએ તમામ આરોપને ફગાવી દીધા હતા અને રાફેલ ડીલમાં કોઈ ગેરરીતિ ન થઈ હોવાનું જણાવ્યું હતું. પાટીદાર અનામતની ફોર્મ્યુલાને અરુણ જેટલીએ ગુજરાતીની જનતા સાથે પ્રથમ દ્રષ્ટિની છેતરપિંડી કહી હતી.
પત્રકારોને માહિતી આપતા અરુણ જેટલીએ કહ્યું કે કોંગ્રેસ પોતાની રણનીતિ પણ બદલે છે પણ આ ચૂંટણીમાં કોંગ્રેસે રંગ પણ બદલ્યો. વિકાસ વિરોધી વલણ રાખ્યું. કોંગ્રેસે વિકાસનો મજાક ઉડાવ્યો. ભાજપને વિશ્વાસ છે કે આવા પ્રકારનો ચૂંટણી પ્રચાર સફળ થશે નહી.
તેમણે કહ્યું કે ગુજરાતની જનતા સારા ભવિષ્યની ચિંતા કરે છે. વિકાસ વિરોધી કહેવું અને તેનો લાભ ઉઠાવવો સહેલું નથી. ફરી વિકાસનાં મુદ્દા પર પ્રચાર કરી રહ્યા છે. કોંગ્રેસે ફરી રંગ બદલ્યો. સામાજિક આધાર પર સમાજને વહેંચી દેવો. સમાજને વહેંચી ચૂંટણીમાં આગળ વધવાનો પ્રયાસ કર્યો. આ કરતી વખતે કોંગ્રેસને મોહતાજ બનાવી દીધી અને રાજ્યમાં અરાજકતા ફેલાવનારા હાથમાં સોંપી દીધો. આવા અરાજકતાનાં દૌરમાથી ગુજરાત અગાઉ નીકળી ગયું છે. ફરી એ દિશામાં જવાની કિંમત બહુ મોંઘી છે. ગુજરાત એક વિકાસને પસંદ કરતું રાજ્ય છે.
તેમણે કહ્યું કે ભાજપે ૨૨ વર્ષમાં મહત્વનું અને વિકાસલક્ષી શાસન આપ્યું છે. વિકાસ અને અરાજકતામાંથી કોઈ એકને પસંદ કરવાનું છે. કોંગ્રેસ અરાજકતાવાદી તત્વોનું પ્રતિક બની ગયું છે. કોંગ્રેસનું નેતૃત્વ રસ્તો ભટકી ગયું છે. કોંગ્રેસનાં ભટકી ગયેલા રાસ્તે કાલ્પનિક મુદ્દાઓ ઉભા કરવા. ગુજરાતમાં ૧૭ સ્કુલ ઓછા થઈ ગયા. પણ હકીકત એ છે કે સ્કુલની સંખ્યા વધી છે.
તેમણે કહ્યું કે ઉદ્યોગપતિનાં ૧.૩૫ હજાર કરોડ માફ કર્યા. એ પણ જુઠ્ઠાણું છે.
કોઈ પણ ઉદ્યોગપતિઓનો એક રૂપિયો પણ મોદી સરકારે માફ કર્યો નથી. સત્ય ઓછું બોલવું એ કોંગ્રેસનો સ્વભાવ બની ગયો છે. રફેલ ડિલમાં સ્પષ્ટ હતું કે કેન્દ્રમાં અનિર્ણાયક સરકાર હતી કેન્દ્રમાં. લશ્કરની આક્રમકતા ઓછી થઈ રહી હતી. સરકારથી સરકારનું ટ્રાન્ઝેક્શન હતું. કોઈ વચેટીયા હતા. આમાં કોઈ ક્વોટ્રોચી ન હતો. અને એરફોર્સને મજબૂત કરવાનું ટ્રાન્જેક્શન હતું. અઢી વર્ષ બાદ ગુજરાત ચૂંટણીમાં કેમ ઉભો કરવામાં આવી રહ્યો છે. આ માત્ર એક ચૂંટણી પુરતો મુદ્દો હોવાનું લાગે છે.
તેમણે કહ્યું કે મોટા નેતાઓએ અપરિવકવ સ્ટેટમેન્ટથી દુર રહેવા જોઈએ. કોણ સારી સરકાર આપી શકશે એ મહત્વનું છે. રફેલ સોદામાં ભારત સરકારની પસંદગી નથી પરંતુ રફેલની પસંદગી ભારત સરકાર રહી છે.
તેમણે કહ્યું કે કોંગ્રેસે યાદ રાખવું જોઈએ કે ચૂંટણી કદી દગાથી લડાતી નથી. ૧૭ હજાર સ્કુલ બંધ થઈ જવી, ૧.૩૫ હજાર કરોડ માફ કરવા આ બધા મુદ્દા ચૂંટણીલક્ષી છે. તેમણે કહ્યું કે અનામતનું ફોર્મ્યુલા બનાવ્યો તે સંવિધાનની દ્રષ્ટિ ખોટું છે. જે વાયદાઓ નિભાવી શકાતા નથી. આપનાર અને લેનાર બન્ને ગુજરાતની જનતા સાથે દગો કરી રહ્યા છે. છેતરપિંડી કરી રહ્યા છે. અરાજકતાવાદી લોકો સારી સરકાર આપી શકશે નહી.
તેમણે કહ્યું કે જીએસટી મામલે કોંગ્રેસની મલ્ટીપલ પોઝીશન છે. જીએસટી કોંગ્રેસે લાવી પછી વિરોધ કર્યો. કોંગ્રેસનાં લોકો દરેક નિર્ણયમાં ભાગીદાર છે. અંદર નિર્ણયનું સમર્થન કરે છે અને બહાર આવીને વિરોધ કરે છે. જીએસટીને વધુ સરળ કરવામાં આવશે,આ સતત ચાલતી પ્રક્રિયા છે.
અરુણ જેટલીએ કહ્યું કે બેરોજગારીનાં આંકડામાં વિરોધાભાસ આવી જાય છે. તેમનો આંકડા સવાર અને સાંજની વચ્ચે ખોવાઈ જાય છે. યુપીએ સરકાર સૌથી ભ્રષ્ટ સરકાર હતી. બોફોર્સ અને ૨-જી જેવા સ્કેમ છે જેની આજે પણ તેની ચર્ચા થાય છે. મોદી સરકારની નહી પણ આજે પણ યુપીએ સરકારનાં કૌભાંડોની ચર્ચા થાય છે. સંસદનું સત્ર ડિલે કરવું પડ્યું છે. રાહુલ ગાંધી આ વખતે વેકેશન પર જઈ શકે નહી.