માધવ શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રાયોજિત નિર્મળાબેન વિનોદરાય મહેતાની સ્મુર્તીમાં ઓપન ગુજરાત રેપીડ ચેસ ટુર્ના-૨૦૧૮નું આયોજન ચેસ પ્લેયર્સ એસોશીએશન ઓફ ભાવનગર દ્વારા કરવામાં આવેલ જેમાં સમગ્ર શહેર માંથી ફક્ત કુંભારવાડા પછાત વિસ્તાર ના અક્ષરપાર્ક માં આવેલ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ પ્રા.શાળા નં .૫૨ ના ૧૪ વિદ્યાર્થીઓ એ બીપીનભાઈ કુંવરિયા તથા ભગીરથભાઈ દાણીધારિયા ના માર્ગદર્શન નીચે ઉત્સાહ પૂર્વક ભાગ લીધેલ અને ખુબજ સારો દેખાવ કરેલ અને અન્ડર ૧૧માં પંચાળા મયુર અને અન્ડર ૧૪ માં સોલંકી મયુર બીજા નંબરે આવી શાળા તથા શિક્ષણ સમિતિનું નામ રોશન કરતા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ-ભાવનગરના ચેરમેન નિલેશભાઈ રાવલ, ડે.ચેરમેન મહેન્દ્રસિંહ ગોહિલ શાસનાધિકારી યોગેશભાઈ ભટ્ટ, પ્રભારી કમલેશભાઈ ઉલ્વા, મુ.શિક્ષક ઝુબેરભાઈ કાઝી તથા તમામ શાળા પરિવારે શુભેચ્છા પાઠવેલ.