તા. ૯-૧રના રોજ જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ, જાફરાબાદ સંચાલિત ગં.પુ.પારેખ કુમાર એવા કન્યા છાત્રાલયનો રમતોત્સવ ઉજવાયો જે ઉપક્રમે નિયામક ઠાકરોશદાસ રામાનંદી, અશોકભાઈ પ્રજાપતિ, કૃષ્ણ પ્રસાદ જાની, ચાંદનીબેન કોટેચા, દિપિકાબેન મહેતા, જિજ્ઞાબેન રાઠોડ તથા ટી.જી. સંઘવી સ્કુલનો ધોરણ ૬ થી ૮નો સમગ્ર સ્ટાફે હાજરી આપી હતી. અધ્યક્ષનું પદન મેળવાનું સૌભાગ્ય વાઘ જગદીશ દડુભાને મળેલ હતું. આ સમગ્ર રમતોત્સવ કુમાર છાત્રાલયના મુખ્ય ગૃહભ્રાતા હરેશભાઈ કાળોતરા અને ગૃહભ્રાતા ભરતભાઈ વેગળના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. જેમાં રમતો જેવી કે કોથળા દોડ, લાંબી દોડ, દ્વિપગી દોડ, લીંબુ ચમચી, પૈસા શોધ, સંગીત ખુરશી, ગોળાફેંક, થાળી સમતોલન, વર્તુળનો રાજા તથા લયબુદ્ધ કસરતો જેવી કે લાઠી દવ, મગદળ, રીંગ દાવ, લેજીમ, ડંબેલ્સ તથા પીરામીડ તથા સામુહિક પરેડનો સમાવેશ થયો હતો. આ બધી જ રમતોમાં કુમાર છાત્રાલયના બધા જ બાળકોએ વિવિધ વચકક્ષા મુજબ ભાગ લીધો હતો. આ સમગ્ર રમતોના વિજેતાઓને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધોરણ -૧૦ના વિદ્યાર્થી બાંભણીયા નરેશ શિવાભાઈ અને ધોરણ ૯ના વિદ્યાર્થી કવાડ પિયુષ ભુપતભાઈએ કર્યુ હતું. આભારવિધિ ભરતભાઈ વેગળ દ્વારા કરવામાં આવી હતી.