જી.સી.મેમ્બર તરીકે પ્રકાશ બોસમીઆ બીજી ટર્મમાં રીપીટ

1118

કન્ઝુયુમ કો-ઓર્ડીનેશન કાઉન્સ્લ ઓફ ઈન્ડિયા (સીસીસી) ન્યુદિલ્હીએ ભારત સરકાર માન્યતા પ્રાપ્ત દેશભરની ગ્રાહક સુરક્ષા સંસ્થાઓનું ફેડરેશન છે. આ ફેડરેશનમાં ભારતની ૭૮ સંસ્થાઓ સભ્યપદ ધરાવે છે. ગત તા. ર૪-૧ના રોજ સીસીસીની ગવર્નંગ કાઉન્સીલ મેમ્બરની ચૂંટણી ગાંધી પીસ ફાઉન્ડેશન, નવિદિલ્હી ખાતે યોજાઈ હતી. તેમાં સભ્ય સંસ્થાઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતાં. જેમાં બેલેટ પત્રથી થયેલ મતદાનમાં સૌથી મોત મળતા ચૂંટણી અધિકારીએ ભાવનગર ગ્રાહક સુરક્ષા મંડળના માનદમંત્રી પ્રકાશભાઈ બોસમીઆને ચૂંટાયેલા જાહેર કર્યા હતાં. આ ચૂંટણીમાં ૧૩ ઉમેદવારોમાંથી સૌથી વધુ મત મેળવનાર પ્રકાશભાઈ જી.સી.મેમ્બર તરીકે ગુજરાત રાજયમાંથી ફરીવાર બીજી ટર્મ માટે રીપીટ થાય છે. તેમની ગ્રાહક સુરક્ષા પ્રત્યે કામગીરી અને સ્વચ્છ છબીના લીધે રાષ્ટ્રીય કક્ષાએ ગ્રાહક સુરક્ષા પ્રવૃત્તિ કરવા જંગી બહુમતીથી વિજય બન્યા છે. અને ભાવનગર સુરક્ષા મંડળની પ્રતિષ્ઠામાં વધારો કરેલ છે.

 

Previous articleજાફરાબાદ સંચાલિત કુમાર છાત્રાલયમાં રમતોત્સવ યોજાયો
Next articleજાત્રુડા ખાતે સરપંચની આગેવાનીમાં પ્રાથમિક શાળાની તાળાબંધી કરાઈ