ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષક પી.એલ.માલે ખાસ ઝુંબેસ હાથ ધરેલ અને તેના ભાગ રૂપે આજરોજ એસ.ઓ.જી. શાખાના પોલીસ સબ ઇન્સપેકટર ડી.ડી.પરમારની સુચનાથી એસ.ઓ.જી. સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીની માહીતી મેળવવા ભાવનગર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સ્ટાફના પોલીસ કોન્સ. પ્રદીપસિંહ ગોહિલને મળેલ બાતમી આધારે વરતેજ ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી કાળુભાઇ હરજીભાઈ મકવાણા ઉ.વ. ૬૦ રહેવાસી ગામ નાગધનીંબા તાલુકો જીલ્લો ભાવનગર વાળાને તેના ઘરેથી ઝડપી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી વરતેજ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.
આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ. ડી.ડી.પરમારની સુચનાથી પોલીસ હેડ કોન્સ. અનિરુધ્ધ સિંહ ગોહિલ, પ્રદીપસિંહ ગોહિલ, ધર્મેન્દ્રસિંહ ગોહિલ, બાવકુદાન ગઢવી જોડાયા હતા.