એરપોર્ટ પ્રાઈવેટના વિરોધમાં ભાવનગર એરપોર્ટ પર ત્રણ દિવસની ભુખા હડતાલ કરી વિરોધ પ્રદર્શિત કરવામાં આવશે. ૬ એરપોર્ટ, અમદાવાદ, જયપુર, લખનૌ, મેગ્લોર, ત્રિવેન્દ્રમ અને ગુહાટીને પ્રાઈવેટ કરવાના વિરોધની સરકારની મેલી મુરાદના વિરોધ કરવા ભાવનગર એરપોર્ટ પર યુનિયન સેન્ટ્રલ એકસીકયુટ કમિટિ મેમ્બર વિજયભાઈ લવતુકા ઉપવાસ પર બેઠેલ છે. આ આંદોલનમાં વી.ડી. ચુડાસમા, બી.એસ. ગોહિલ, એન.એમ. ઝાલા, સંજય લવતુકા તથા અજય ભારદ્વાજ જોડાયા હતાં.