ભાવનગર શહેરના શેરડી પીઠના ડેલામાં ચંદ્રદીપ કોમ્પ્લેક્ષ સામે આવેલ બબલુભાઈ બંગાળી સોની કારીગરની દુકાનના ચાર તાળા તોડી તસ્કરોએ દુકાનમાં પ્રવેશ કરી કાઉન્ટરમાં રહેલ અંદાજે ૨,૨૫૦૦૦ના સોના ચાંદીના દાગીના ચોરી કરી તસ્કરો નાસી છુટવા હતા. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને આ બનાવની તપાસ હાથ ધરી હતી.
આ બનાવની જાણ મળેલ વિગતો મુજબ ભાવનગર શહેરના શેરડીપીઠના ડેલામાં દુકાન ધરાવતા અને ઘરેણા બનાવવાનું કામ કરતા બંગાળી વેપારી બબલુભાઈની દુકાનમાં કોઈ અજાણ્યા શખ્સોએ દુકાનના તાળા તોડી દુકાનમાં રાખેલ અંદાજે ૨,૨૫૦૦૦૦ના સોના ચાંદીના દાગીનાની ચોેરી કરી પલાયન થઈ ગયા હતા આ બનાવની તપાસ ગંગાજળીયા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીઆઈ કે.જે.રાણા ચલાવી રહ્યા છે.