નાળામાં મીની લકઝરી ખાબકતા માસુમ બાળા સહિત ૫ના મોત

1205

ભાવનગર જિલ્લાના વલ્લભીપુર-ચમારડી વચ્ચે આવેલા દરેડીયાના નાળામાં આજે બપોરના ત્રણેક વાગ્યાના સુમારે ભાવનગરથી બરવાળા જતી માધવ ટ્રાવેલ્સની ખાનગી મીની લકઝરી બસ અને ધડાકાભેર પલ્ટી ખાઈ જતા આ બસમાં મુસાફરી કરતા એક માસુમ બાળા સહિત ૫ વ્યક્તિઓને ગંભીર ઈજા પહોચતા પાચેયના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. જ્યારે ૨૯ વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ પહોચતા આઠથી દસ વ્યક્તિઓને સારવાર અર્થે ભાવનગરની સરકારી સર ટી હોસ્પટીલમાં જ્યારે અન્ય ઈજાગ્રસ્તોને વલ્લભીપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા ઘટના સ્થળે અને વલ્લભીપુર તથા ભાવનગરની હોસ્પિટલમાં લોકોના ટાળો ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે અને વલ્લભીપુર તથા ભાવનગરની હોસ્પિટલે દોડી ગયો હતો. આ ઘટનાથી આ વિસ્તારનો ટ્રાફીક જામ થઈ ગયો હતો. ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા.

આ ગમખ્વાર વાહન અકસ્માતની પ્રાપ્ત વિગતો મુજબ ભાવનગરથી બરવાળા જતી માધવ ટ્રાવેલ્સની ખાનગી મીની લકઝરી બસ આજરોજ બપોરના ૩ વાગ્યાના સુમારે વલ્લભીપુર નજીકના દરેડીયાના નાળામાં પલ્ટી ખાઈ જતા બસમાં મુસાફરી કરતા (૧) પ્રવિણસિંહ નટુભા ગોહિલ (ઉ.વ.૫૦ રહે. પચ્છેગામ)(૨) કરમસિંહ દયાળભાઈ ગોહિલ (ઉ.વ.૫૮, રહે. રોહિશાળા)(૩) નાગજીભાઈ કાળાભાઈ ગોહીલ (ઉ.વ.૭૦ રહે. રોહિશાળા) (૪) દિલીપ રઘુભાઈ કડોળીયા (ઉ.વ.૩૨, બાબર રહે નવાગામ (૫) ક્રિષ્નાબા અર્જુનસિંહ ગોહિલ (ઉ.વ. દોઢ વર્ષ રહે. પચ્છેગામ)નામની માસુમ બાળા સહિત પાંચને ગંભીર ઈજા પહોચતા પાચેયના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. મરણજનાર તમામના મૃતદેહ તાત્કાલીક વલ્લભીપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે પી.એમ. અર્થે મોડી સાંજે ભાવનગરમાં લાવવામાં આવશે તેમ જાણવા મળી રહ્યુ છે. જ્યારે આ અકસ્માતમાં ૨૯ જેટલી વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ પહોચતા સાતથી આઠ વ્યક્તિઓને ભાવનગર સર ટી હોસ્પિટલમાં સારવારઅર્થે ખસેડાયેલ છે. જ્યારે અન્ય ઈજાગ્રસ્તોને વલ્લભીપુરની સરકારી હોસ્પીટલમાં ખસેડાયા છે.

Previous articleસગીરાને ભગાડી જવાના ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપીને ઝડપી લેતી : એલસીબી
Next articleસંવેદનાની મૂડી ખરી કર્મનિષ્ઠા આપે છે