હું કામ કરીશ તો રિતેશે બેબી સિટિંગ કરવું પડશે : જેનેલિયા

1150

અભિનેત્રી જેનેલિયા દેશમુખે હળવા સૂરે કહ્યું હતું કે હું ફિલ્મોમાં અભિન કરવા પાછી ફરીશ તો રિતેશે ઘેર બેબીસિટિંગ કરવાની ફરજ પડશે. જેનેલિયાએ છેલ્લે એક્શન ફિલ્મ ફોર્સ ટુમાં એક કેમિયો રોલ કર્યો હતો. હવે એ અભિનેતા પતિ રિતેશ સાથે એક મરાઠી ફિલ્મ મૌલીનાં ગીતમાં ડાન્સ કરતી નજરે પડવાની છે. રિતેશે એ વિશેના એક સવાલના જવાબમાં બોલતાં કહ્યું કે આ ગીતમાં એને સહભાગી કરવા માટે પણ મારે એને ખૂબ સમજાવવી પટાવવી પડી હતી. એનું મન હવે અમારા સંતાન સાથે અને ઘરની વ્યવસ્થાની બાબતમાં એવું હળી મળી ગયું છે કે એ ફિલ્મોમાં પાછી ફરવા તૈયાર નથી. ’એક ફિલ્મ સર્જક તરીકે હું એને ફરી પરદા પર ચમકતી જોવા માગું છું. પરંતુ એ કેમે કરીને રાજી થતી નથી’ એમ રિતેશે કહ્યું હતું.

જેનેલિયાએ કહ્યું કે અત્યારે મારા બંનેે પુત્રો રિયાન અને રાહિલને ઉંમરના આ તબક્કે માતાની જરૃર વધુ છે એટલે મારી પહેલી પ્રાયોરિટી મારા પુત્રો છે. મને ફિલ્મોમાં કામ કરવાનું નથી ગમતું એવી વાત નથી. પરંતુ હું અત્યારે ફિલ્મોમાં કામ કરવા લલચાઇ જઇશ તો રિતેશે બેબી સિટિંગ કરવાની ફરજ પડશે. એટલે હું સ્વેચ્છાએ ઘર અને પુત્રોને સાચવીને બેઠી છું.  જેનેલિયાએ છેલ્લે એક્શન ફિલ્મ ફોર્સ ટુમાં એક કેમિયો રોલ કર્યો હતો. હવે એ અભિનેતા પતિ રિતેશ સાથે એક મરાઠી ફિલ્મ મૌલીનાં ગીતમાં ડાન્સ કરતી નજરે પડવાની છે. રિતેશે એ વિશેના એક સવાલના જવાબમાં બોલતાં કહ્યું કે આ ગીતમાં એને સહભાગી કરવા માટે પણ મારે એને ખૂબ સમજાવવી પટાવવી પડી હતી.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next article’૨.૦’એ કરી છપ્પરફાડ કમાણી આંકડો રૂ. ૬૨૦ કરોડને પાર