’૨.૦’એ કરી છપ્પરફાડ કમાણી આંકડો રૂ. ૬૨૦ કરોડને પાર

1291

સુપરસ્ટાર રજનીકાંત અને અક્ષયકુમારની ફિલ્મ ’૨.૦’એ કમાણીના મામલે બોક્સઓફિસના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. આ ફિલ્મ પહેલા દિવસથી બોક્સઓફિસ પર છવાઈ ગઈ છે. ફિલ્મ સમીક્ષક રમેશ બાલાએ ટ્‌વીટ કરીને જણાવ્યું છે કે ’૨.૦’ અત્યાર સુધી કુલ ૬૨૦ કરોડ રૂપિયા કરતા વધારે કમાણી કરી ચૂકી છે. શંકરની ૨૦૧૦ની બ્લોકબસ્ટર ફિલ્મ ’અંથિરન’ની સિક્વલ ’૨.૦’ લયકા પ્રોડક્શને બનાવી છે. સૈફ અને અમૃતાએ ’કેદારનાથ’ની રિલીઝ પછી કરેલું કામ જાણીને દીકરી સારા પણ ઉંડા આઘાતમાં બોક્સઓફિસ ઈન્ડિયા અનુસાર ફિલ્મે પ્રથમ દિવસે ૨૦ કરોડ, બીજા દિવસે ૧૮, ત્રીજા દિવસે ૨૪ કરોડ, ચોથા દિવસે ૩૩ કરોડ ૨૫ લાખ, પાંચમા દિવસે ૧૩ કરોડ ૫૦ લાખ, છઠ્ઠા દિવસે ૧૧ કરોડ ૫૦ લાખ, સાતમા દિવસે ૯ કરોડ ૫૦ લાખ અને આઠમા દિવસે ૭ કરોડ ૭૫ લાખ રૂપિયાની કમાણી કરી હતી.

Previous articleહું કામ કરીશ તો રિતેશે બેબી સિટિંગ કરવું પડશે : જેનેલિયા
Next articleરાણી લક્ષ્મીબાઇને યથાર્થ સ્વરૃપે રજૂ કરવી એ જ સાચ્ચી શ્રદ્ધાંજલિઃ કંગના