ભારતનું બંધારણ, ભારતનું સર્વોચ્ચ વિધાન છે જે સંવિધાન સભા દ્વારા ૨૬ નવેમ્બર ૧૯૪૯એ પસાર થયુ હતુ તથા ૨૬ જાન્યુઆરી ૧૯૫૦થી અમલમાં મુકાયુ.
આ દિવસ ૨૬ નવેમ્બર ભારતનો બંધારણ દિવસ તરીકે જાહેર કરવામાં આવે છે જ્યારે ૨૬ જાન્યુઆરીનો દિવસ ભારતમાં ગણતંત્ર દિવસ તરીકે મનાવવામાં આવે છે. ભારતનું બંધારણ વિશ્વના કોઈ પણ ગણતાંત્રિક દેશનું સૌથી લાંબુ લેખિત બંધારણ છે.
ભારતીય બંધારણમાં વર્તમાન સમયમાં ૪૬૫ અનુચ્છેદ, ૧૨ અનુસૂચિ છે અને ૨૨ ભાગોમાં વિભાજિત છે. પરંતુ પરંતુ નિર્માણ સમયે મૂળ બંધારણમાં ૩૯૫ અનુચ્છેદ જે ૨૨ ભાગોમાં વિભાજિત હતા. જેમાં માત્ર ૮ અનુસુચિઓ હતી. સંવિધાનમાં સરકારના સંસદીય સ્વરૂપની વ્યવસ્થાની કરવામાં આવી હતી. જેનું માળખુ કેટલાક અપવાદોના અતિરિક્ત છે.
કેન્દ્રીય કાર્યપાલિકાનું બંધારણના પ્રમુખ રાષ્ટ્રપતિ છે. ભારતના બંધારણની કલમ ૭૯ અનુસાર કેન્દ્રીય સાંસદની પરિષદમાં રાષ્ટ્રપતિ તથા બે સદન છે. જેમણે રાજ્યોની પરિષદ રાજ્યસભા તથા લોકોના સદન લોકસભાના નામથી ઓળખવામાં આવે છે.
બંધારણની ધારા ૭૪(૧)માં આ વ્યવસ્થા કરવામાં આવી છે કે રાષ્ટ્રપતિની મદદ કરવા અને તેને સલાહ આપવા માટે એક મંત્રીપરિષદ થશે. જેના પ્રમુખ વડાપ્રધાન હશે.
રાષ્ટ્રપતિ આ મંત્રીપરિષદની સલાહ અનુસાર પોતાના કાર્યો અને નિર્ણયો કરશે. આ પ્રકારે વાસ્તવિક કાર્યકારી શક્તિ મંત્રીપરિષદમાં નિહિત છે જેના પ્રમુખ વડાપ્રધાન છે.