રણબીર કપૂર અને આલિયા ભટ્ટ હાલ પોતાની આગામી ફિલ્મ બ્રહ્માસ્ત્રના શૂંટિંગમાં વ્યસ્ત છે. ફિલ્મ શૂંટિગ બાદ આ લોકો હાલ તેની રિલેશન શિપને લઈને ચર્ચામાં છે. આ બંનેએ પોતપાતાનો પક્ષ જણાવ્યો હતો. બંને જાહેરમાં પોતપાતાની ભાવનાઓને જાહેર કરી ચુક્યા છે. તેમના લગ્નને લઈને જાતભાતની અટકળો લગાવવામાં આવે છે. લગ્નની સિઝન હાલ પુરબહારમાં ચાલી રહી છે, ત્યારે આ કપલ પણ લગ્ન કરી લેશે તેવી વાતો સોશિયલ મીડિયામાં સતત વહેતી રહે છે.
આલિયા ભટ્ટના પિતા મહેશ ભટ્ટે પહેલી વાર મૌન તોડ્યુ હતુ, તેમણે કહ્યુ હતુ કે બંને એકબીજાને ખુબજ પ્રેમ કરે છે અને એક બીજાને ખુબજ સારી રીતે સમજે છે. મને પણ રણબીર પસંદ છે. તે ખુબજ સારા માણસ છે. તેનો પરિવાર પણ સંસ્કારી છે. પોતાનો સંબંધ કેટલી હદે અને કેવી રીતે આગળ વધારવો તે આ બંને પર છોડ્યું છે. અમે તેમને ક્યારેય કોઈ વાતમાં દબાણ કરતા નથી. આલિયા ખુબજ સમજદાર અને ઇમોશનલ છે. તે સારી રીતે સંબંધો નિભાવી જાણે છે.
ભટ્ટે આગળ જણાવ્યુ કે આ એક જિંદગી છે અને તેને તેના નિયમોથી જ જીવવી જોઈએ. હાલ તો આપણે રાહ જોવાની છે કે આ લોકો તેના લગ્નને લઈને શું નિર્ણય કરશે.