શ્રીલંકાના ઓફ સ્પિનર અકિલ ધનંજયને ઇનલિકલ બોલિંગ એક્શનના કારણે આતંરાષ્ટ્રીય ક્રિકેટમાં બોલિંગ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આંતરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલે સોમવારે આની જાહેરાત કરી.
શ્રીલંકામાં ઈંગ્લેન્ડ વિરૂદ્ધ પાછલા મહિને ક્રિકેટ ટેસ્ટ દરમિયાન સંદિગ્ધ એક્શન માટે ધનંજયની ફરિયાદ કરવામાં આવી હતી. ઈંગ્લેન્ડે આ મેચ ૨૧૧ રનથી જીત્યા બાદ સિરીઝમાં ૩-૦થી ક્લિનસ્વીપ કરી છે.
આ ઓફ સ્પિનરની બોલિંગ એક્શન વિશે ૨૩ નવેમ્બરે બ્રિસબેનમાં ખુલાસો થયો કે, તેમની બોલિંગ નિયમ અનુકૂળ નથી. આઈસીસીના નિવેદનમાં કહ્યું કે, આંતરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલે આજે જાહેરાત કરતાં કહ્યું કે, સ્વતંત્ર આકલનમાં શ્રીલંકાના ઓફ સ્પિનર અકિલા ધનંજયની એક્શન ગેરકાયદેસર હોવાનું સામે આવ્યું છે અને તેમને તાત્કાલિત અસરથી આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં બોલિંગથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
ધનંજય પર લાગેલ પ્રતિબંધ બધા જ રાષ્ટ્રીય સંઘો એટલે કે ઘરેલૂ મેચોમાં પણ લાગૂં થશે. જોકે, શ્રીલંકા ક્રિકેટની સ્વીકૃતિથી શ્રીલંકામાં ઘરેલૂ મેચોમાં રમી શકે છે.