આઈપીએલના પૂર્વ કમિશનર અને મની લોન્ડ્રરિંગના આરોપમાં દેશ છોડીને ભાગનાર લલિત મોદીના પત્ની મીનલનું લંડનમાં નિધન થયુ છે. ૬૪ વર્ષના મીનલ લાંબા સમયથી બીમાર હતા. લલિત મોદીએ તેમના નિધનની જાણકારી તેના ટિ્વટર પરથી આપી હતી.
જો કે ૫૩ વર્ષના લલિત મોદીએ મીનલ મોદીના મોતનું કારણ નથી જણાવ્યુ. લલિત મોદીનો પરિવાર હાલ લંડનમાં છે. આઈપીએલમાં ગરબડ અને મની લોન્ડ્રરિંગના મામલે લલિત મોદીને ભાગેડૂ જાહેર કરવામાં આવ્યા છે.
લલિત મોદીએ ભાવુક થઈને ટિ્વટર પર પોષ્ટ કરી કહ્યુ હતુ કે મારી લાઈફ આખરે તુ અનંત યાત્રા પર ચાલી નીકળી,મને વિશ્વાસ છે તું જ્યાં પણ હશે ખુશ હશે અને ત્યાંથી અમને જોઈ શકશે
બીસીસીઆઈએ લલિત મોદીને આર્થિક અનિયમિતતાઓના આરોપમાં ૨૦૧૦માં બેન કરી દીધા છે. ત્યારથી આઈપીએલના પૂર્વ કમિશ્નર લંડનમાં રહે છે. પણ બીસીસીઆઈ સાથે હજુ તેમનો સંબંધ સંપૂર્ણ પણે પૂરો થયો નથી. હાલ તો લલિત મોદી તેમના પત્નીના નિધનથી શોક મા છે.