૩૧મી ડિસે. સુધી જૂના વાહનોને નવી નંબર પ્લેટ લગાવવા ફરમાન

1115

ગુજરાતના ટ્રાન્સપોર્ટ વિભાગે જુના વાહનોને ૩૧મી ડિસેમ્બર સુધી નવી નંબર પ્લેટ (હાઇ સિક્યોરિટી રજિસ્ટ્રેશન પ્લેટ) લગાવવા ફરમાન કર્યું છે. બીજી તરફ, વાહન વ્યવહાર વિભાગે ડીલર્સને આ માટે રૂ.૧૦૫ અને રૂ.૧૭૭ વધારે વસૂલવા લીલીઝંડી આપતાં આશ્ચર્ય સર્જાયું છે.

ગુજરાતમાં છેલ્લાં કેટલાક સમયથી જુના વાહનોને નવી નંબર પ્લેટ લગાવવા માટે છૂટછાટ મળતી હતી પરંતુ, હવે વાહન વ્યવહાર વિભાગે જુના વાહનોને ૩૧મી ડિસેમ્બર સુધી હાઇ સિક્યોરિટી નંબર પ્લેટ લગાવવા ફરમાન કર્યું છે. વાહન વ્હવહાર વિભાગે નવી નંબર પ્લેટ લગાવવાની છેલ્લી તારીખ જાહેર કરવાની સાથે ડીલર્સને વધુ ચાર્જિસ વસૂલવા સત્તા પણ આપી દીધી છે. ડીલર્સ ટુ વ્હીલર, ટ્રેક્ટર, થ્રી વ્હીલર, ફોર વ્હીલર, ભારદારી વાહનો માટે આરટીઓ કરતાં રૂ.૧૦૫ અને રૂ.૧૭૭ વધારે લઈ શકે છે. વાહન વ્હવહાર વિભાગ ડીલર્સ પર મેહરબાન હોય તેમ ડીલર્સના રેટ કાર્ડના બેનર્સ દરજીપુરા આરટીઓ કચેરીમાં લગાવાયાં છે. ૩૧મી ડિસેમ્બર બાદ નવી નંબર પ્લેટ વગરના વાહન ચાલકો સામે મોટર વ્હીકલ એક્ટની કલમ ૧૯૨ હેઠળ દંડ કરવામાં આવશે તેવી જાહેરાત પણ વાહન વ્હવહાર વિભાગે કરી છે.

Previous articleકઝાકસ્તાનની ઓનરરી કોન્સ્યૂલેટ કચેરીનો ગુજરાતમાં પ્રારંભ
Next articleપેપર લીક : વિનીત માથુર અને અશોક સાહુ અંતે રિમાન્ડ ઉપર