પાંચ રાજ્યનાં ચૂંટણી પરિણામો આજે આવી રહ્યા છે. શરૂઆતના વલણ પ્રમાણે કોંગ્રેસને જીત મળી રહી છે, જ્યારે ભાજપનું ધોવાણ થતા જોવા મળે છે. છત્તીસગઢ અને રાજસ્થાનમાં કોંગ્રેસ આગળ છે, જ્યારે મધ્ય પ્રદેશમાં કાંટે કી ટક્કર જોવા મળી રહી છે. આ ચૂંટણી પરિણામની અસર પીએમ મોદીના ચહેરાથી લઈને બીજેપીના તમામ નેતાઓના ચહેરા પર સ્પષ્ટ જોવા મળી રહી છે. એટલું જ નહીં ગુજરાત બીજેપીના કાર્યાલય કમલમ્ ખાતે પણ સન્નાટો વ્યાપી ગયો હતો
ગાંધીનગર ખાતે આવેલા ભાજપના મધ્યસ્થ કાર્યાલય કમલમ્ ખાતે આજે કાગડા ઉડતા જોવા મળ્યા હતા. સવારે ચૂંટણીના પરિણાન શરૂથયા ત્યારે અહીં કોઈ નેતા કે કાર્યકરની હાજરી જોવા મળી ન હતી.
સામાન્ય રીતે ચૂંટણીના પરિણામના દિવસોમાં કમલમ્ ખાતે મોટી સંખ્યામાં નેતાઓ અને કાર્યકરો હાજર રહેતા હોય છે. પરંતુ આજે અલગ જ ટ્રેન્ડ જોવા મળ્યો હતો. ચૂંટણીના વલણ શરૂ થતાં જ ભાજપના નેતાઓ નિવેદનો આપવા માટે પહોંચી જતા હોય છે, પરંતુ આજ કોઈ નેતા પક્ષનું ધોવાણ થઈ રહ્યું છે તેવું કહેવા હાજર ન હતા.