આજરોજ એસ.ઓ.જી. શાખાના પોલીસ સબ ઇન્સપેકટરડી.ડી.પરમારની સુચનાથી એસ.ઓ.જી. સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીની માહીતી મેળવવા ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સ્ટાફના અનિરૂધ્ધસિંહ ગોહીલ ને મળેલ બાતમી આધારે તળાજા પો.સ્ટે. પ્રોહિ એકટ કલમ ૬૬બી, ૬૫એઇ, ૧૧૬બી,મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી પ્રતાપસિંહ ધનશ્યામસિંહ ગોહિલ ઉ.વ.૪૬ રહેવાસી ઘરવાળા તા.ઉમરાળા જી.ભાવનગર વાળાને પાલીતાણા ચોકડી પાસેથી ઝડપી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી તળાજા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે. આ કામગીરીમાં એસ.ઓ.જી.ના એ.વી.ગોહિલ, પ્રદિપસિંહ ગોહિલ,ધર્મેન્દ્રસિંહ ગોહિલ, બાવકુદાન ગઢવી,રાજદિપસિંહ ગોહિલ, ડ્રા.પો.કોન્સ. પરેશભાઇ પટેલ જોડાયા હતા.