જામનગર મહાનગર પાલિકાના મેયર હસમુખભાઈ જેઠવા આજે ભાવનગરની મુલાકાતે આવતા તેઓએ મહાનગર સેવા સદનની શુભેચ્છા મુલાકાત લઈને મેયર મનભા મોરીને મળ્યા હતા. કમિશ્નર ગાંધી, કારોબારી સભ્ય અનિલભાઈ ત્રિવેદી, શિતલબેન પરમાર પણ હાજર રહ્યા હતા.
મેયર મનભા મોરીએ જેઠવાને આવકારી ભાવનગર શહેરનાં વિકાસ કાર્યોની ટુંકી વાત કરી હતી, જેઠવાએ ભાવનગરનાં રોડ રસ્તાનાં વખાણ કર્યા હતા. જામનગર મહાનગર પાલિકાનાં મેયર હસમુખભાઈ જેઠવાએ મેયર ચેમ્બરમાં અમારા લોક સંસાર દૈનિકનાં પ્રતિનિધિ ભુપતભાઈ દાઠીયા સાથે જામનગર મહાનગર પાલિકાનાં બીજી વખત મેયર બનેલા જેઠવાએ જામનગરનાં વિકાસ કાર્યોની ટુંકી વાતચીત કરતા જણાવ્યું હતુ કે, જામનગરમાં રેલ્વે પાસેનાં ઈન્દીરા માર્ગ, ગરિબ લોકો માટે તૈયાર થયેલા ૮૦૦ જેટલા આવાસો, સરકારની લોક ભાગીદારીથી થયેલા વ્કાસ કામોની વાતો કરી હતી. સાડા સાત લાખની વસતી ધરાવતા જામનગર શહેર મહાનગર પાલ્કાનાં સાડા છસ્સો કરોડના બજેટની વિગત જણાવી બોર્ડમાં કુલ ૬૪ સભ્યોનું સંખ્યાબળ ધરાવતા ભાજપના ૪૮ સભ્યોનું હાલ સંખ્યાબળ ધરાવે છે. અને એ રીતે સેવા સદન શાસન ચલાવી રહ્યા છીએ. જેઠવા ભાવનગરમાં કોઈ સગાના લગ્ર પ્રસંગે આવતા તેમણે સેવા સદનની શુભેચ્છા મુલાકાત લીધી હતી. કચેરીના જયદેવભાઈ વેગડ પણ હાજર રહ્યા હતા. કમિશ્નર ગાંધીએ સેવા સદનનાં ડીપીઆર અંગે મેયર જોડે ટુંકી વાતચીત પણ કરી હતી.