છત્તીસગઢ અને રાજસ્થાનમાં જીત મેળવ્યા બાદ રાહુલ ગાંધીએ દિલ્હી ખાતે પ્રેસ કોંન્ફરન્સ કરી હતી જેમાં તેઓએ આત્મવિશ્વાસ સાથે કહ્યું કે મોદીએ જનતાનો વિશ્વાસઘાત કર્યો તેના કારણે લોકોમાં તેમના પ્રત્યે ગુસ્સો હતો તેનું આ પરિણામ છે.રાહુલે આ સાથે જ ૨૦૧૯ માં ભાજપને હરાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ જીત કોંગ્રેસના કાર્યકર્તાઓની, ખેડુતોની, યુવાનોની અને નાના દુકાનદારોની છે. રાજસ્થાનની જીત બદલ કોંગ્રેસે ટ્વીટ કરીને જણાવ્યું કે આજે ભારતની જીત થઈ છે. રાજસ્થાનમાં મળેલી જીતનો શ્રેય શાંતી પ્રિય જનતા અને કાર્યકર્તાઓને જાય છે. કોંગ્રેસ પાર્ટી તમારા વિશ્વાસ ઉપર ખરી ઉતરશે.