ભૌતિક ભુખો ઘટાડી સાત્વીક ભુખ વધારીએ

1310

મનોવૈજ્ઞાનિકોના મતે આહાર( ખાન), નિંદ્રા, ભય, મૈથુનએ પ્રાણી માત્ર માટે સહજ વૃત્તિ – અનિવાર્ય આવશ્કયતા છે. માનવી વિશિષ્ઠ પ્રાણી છે.  તેને માત્ર ખાન (આહાર) ઉપરાંત અન્યચ ીજોની ભુખો એથીય વધુ હોય છે. આપણે ખાનપાન શબ્દ વાપરીએ છીએ. ખાન એટલે આહાર એ તો જીવન ટકાવવા યોગ્ય પ્રમાણમાં લેવો જોઈએ. પરંતુ આ પાનભુખને વિશાળ અર્થમાં લઈએ તો માત્ર સાદું પાણ નહીં પણ તમાકું, ધુમ્રપાન, દારૂ, અન્ય નશા વગેરે. જે જીવનપાલક નથી. પરંતુ જીવનનાશક છે. છતાં ઘણાં આ પાનભુખની કુટેવમાં સપડાયા છે. ઘણાને ખાન વિના ચાલે, માન તો જોઈએ. જ સાચા સુફી- સંતો કે પાગલને બાદ કરતાં જેને માનભુખ ન હોય તેવાં અપવાદો જુજ છે. જો કે થોડાં અંશે બરાબર છે. પરંતુ આ માનભુખ હદ વટાવે તો અનેક વિકારો (અહં, ગુસ્સો, ઈર્ષા) જન્માવે છે. નામભૂખનું પણ એવું જ છે. પ્રસિધ્ધિની ભૂખ તો કેટલાકને એટલી હદે વળગે છે કે મૃત્યુબાદ પણ પોતાના નામની તકની કે એવું કંઈક થાય તેવી અતિ પ્રબળ ઈચ્છા હોય છે. પ્રોગ્રામમાં મને સ્ટેજ પર અમુક જગાએ ન બેસાડ્યો, મને માઈક પર બોલવાનો ચાન્સ ન આપ્યો, (માઈક ભુખ) વગેરેનો અતિરેક ઘણા તન-મનનાંં વ્યાધિઓને આમંત્રે છે. કેટલાકને (ખાસ કરીને યુવતિઓ, કેટલીક આધેડ સ્ત્રીઓ અને યુવાનો પણ) પોતે વધુ દેખાવડા બને તે માટે ખુબ સમય, પૈસા અને શક્તિ વેડફે છે. (વાનભુખ) જો કે આ બધી ભુખોના મુળકારણમાં વારસો (જીન્સ) તથા વાતાવરણ જવાબદાર હોય છે અને નિષ્ણાંતોના મને આ ભુખને સાવ દબાવી દેવાં (સપ્રેસ) બહું પ્રયત્ન કર વો. અલબત્ત ! તેનો અતિરેક ન થાય. તેની સાવચેતી જરૂર રાખવી. જેને માટે સુફી – સંતો અને મહાપુરૂષોના જીવનચરિત્રોનું વાંચન, મનન ચમત્કારીક પરિણામ લાવી શકે છે.

ઉપરોકત ભૌતિકભુખોને જો રૂહાની (આધ્યાત્મિક) ભુખ તરફ વાળવામાં આવે તો ખુબ જ સારૂં પરિણામ આવે છે. આવી સાત્વીક ભૂખમાં પ્રાર્થના (ઈબાદત)ની ભુખ, ઈમાન કે શ્રધ્ધા વધારવાની ભૂખ, હૃદયપુર્વક જરૂરતમંદોની સહાય કરવાની ભુખ, સારા વાંચન, શ્રવણ તથા દર્શનની ભુખ, કોઈ નિર્દોષ કલાની સમર્પીન થવાની ભુખ, પ્રેમ તથા હુંફ દ્વારા પીડીતોને રાહત આપવાની ભુખ વગેરે વગેરે છે.

સારૂ સ્વાસ્થય મેળવવાના સોનરી સુત્રો

વિશ્વ આરોગ્ય સંસ્થા (વુ)ની વ્યાખ્યા મુજબ સ્વાસ્થ્ય એટલે માત્ર રોગની ગેરહાજરી જ નહિં પરંતુ તન, મન, આત્મ અને સામાજિક વ્યવહારમાં સારૂ લાગવું (વેલ બીઈંગ), જો આવું સ્વાસ્થય મળશે તો જીવનમાં સંતોષ, આનંદ અને સિધ્ધી જરૂર આવશે. નિરોગી જીવન માટેના મોટા વિષયને સુત્રોના રૂપમાં ખુબ જ ટુંકમાં પ્રસ્તુત કર્યા છે.

૧. તનને બગાડે સ્વાદ, મનને બગાડે વાદ, જીતાય જો સ્વાદ અને વાદ તો જીવન થાય આબાદ.

ર. કમ ખારો ઔર ગમ ખારો. (મતલબ કે માપસર અને યોગ્ય જમવું અને જતુ કરવાની (ટક ઈટ ઈઝી) ભાવના રાખવી.

૩. નિત્ય જરૂર જે કસરત કરે, નિરોગી જીવનના મીઠા ઘુંટ ભરે.

૪. જીતની બડી કમર ઉતની છોંટી ઉમર (ઉદ્યુ કહેવત) મતલબ કે મેદ (ફાંદ) ઘટાડો, ઉમંર વધારો. જેની ફાંદ મોટી તેની તંદુરસ્તી ખોટી.

પ. ખાંડ, તેલ, ઘી – નિમકનો અતિરેક આહારમાં બેસો બી.પી., હાર્ટના દર્દીની દર્દભરી કતારમાં. (ખાંડ, માખણ, નીમક (મીઠું) મલાઈ, ઘી, સફેદ ઝેર (વ્હાઈટ પોઈઝ) છે.

૬. ખાય જે તાજા ફળો અને લીલા શાકભાજી, વિટામીન- ખનીજ મળે ઘણું, તબીયત રહે તાજીમાજી.

૭. યુ.પી.માં કહેવત છે : જો ખાએ ચના વહ રહે બના. આમા વધારો કરીએ : સોયા, દુધ, મગ અને ચણા, મળે પ્રોટીન ઘણા, મસલ્સ મજબુત બને ઘણાં.

૮. બીટ, બાજરી, ખજુર, ગોળ અને ખાઓ તલ કાળા, લોહી બને લાલ, પાડુંરોગ (એનીમીય) ભરે ઉચાળા.

૯. ફાસ્ટ ફુડ બ્રીન્ગસ ધી ડીસીઝ એન્ડ ડેથ ફાસ્ટ (ફાસ્ટ ફુડથી રોગો અને મૌત જલ્દવી આવે )

૧૦. બિસ્કીટ, બ્રેડ અને બટર દિલતણાં છે કટર. (ઘઉંની બનેલી બ્રા.ન્ડ બ્રેડ ખાવી, મેંદાની બ્રેડ નહીં.)

૧૧. સંતોષ અને તાણમુકત જીવન, બનાવે જીવને સુગંધી, સુંદર ચમન.

૧ર. અગર ખાઓગે તંબાકુ, ગુટકા ઔર માવા – જલ્દી આયેગા કેન્સરકા બુલાવા.

૧૩. ધુમ્રપાન એટલે ધીમી આત્મ હત્યા (વુ)

૧૪. તમાકું, માદક દ્રવ્યો અને મધપાન, ક્ષણીક મજા, મોટી સજા કરનારા વિષપાન.

૧પ. દુધ, તલ, લીલી ભાજી અને સુર્યસ્નાન સવારે, બને બોન (હાડકા) મજબુત, દુરસ્તી દાંતની નીખારે.

૧૬. પૈરકો રખો ગરમ (રોજ ખુબ ચાલો), પેટ કો રખો નરમ (ઓછુ જમો) દિમાંગકો રખો ઠંડા, મર્ઝકો મારો ડંડા. (મર્ઝ= રોગ)

૧૭. દરેક વાતને હળવાશથી અને સવળાશથી લેવી.

૧૮. ફરગેટ એન્ડ ફરગવી, બ્રિન્ગઝ હેલ્ધી હેપી લાઈફ ભુલી જવું અને માફ કરવું. સ્વસ્થ અને ખુશ રહેવું.

૧૯. ભુતકાલ એક સપના હૈ, ભવિષ્ય એક કલ્પના હૈ, બસ ! વર્તમાન હી અપના હૈ,

ર૦. સ્વપ્ન જોવા માટે ઉંધી જવુ પડે પરંતુ, સ્વપ્નોને સાકાર કરવાં તો જાગવું જ પડે.

ર૧. નીરોગી જીવનસુત્રોનું કરે જે મનન રોજ, રહે સ્વસ્થ, ના રહે તન-મનનાં રોગનો બોજ.

Previous articleઠંડી શરૂ થતા ગરમ વસ્ત્રોનું બજાર જામ્યું
Next articleગણિકા દેહ વેચતી હશે પરંતુ દિલ નહીં : મોરારિબાપુ