પાંચ રાજ્યોની ચૂંટણી પરિણામમાંથી ત્રણ રાજ્યોમાં કોંગ્રેસની જીત થતાં અંતે મોદીએ ટિ્વટ કરી કોંગ્રેસને અભિદન પાઠવ્યા છે. તેઓએ ટિ્વટ કર્યું કે કોંગ્રેસને તેની જીત માટે અભિનંદન છે. અમે લોકોના આદેશને સ્વીકારીએ છીએ. છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના લોકોનો આભાર માનીએ છીએ કે અમને આ રાજ્યોની સેવા કરવાની તક મળી. આ રાજ્યોમાં ભાજપ સરકારોએ લોકોના કલ્યાણ માટે અવિરતપણે કામ કર્યું હતું.