ઓનલાઇન ખરીદી વખતે ઠગાઈની અનેક ફરિયાદો મળતી રહેતી હોય છે. ગ્રાહકો અનેક વખત તેમણે જે વસ્તુ મંગાવી હતી તે નહીં મોકલવાની કે પછી તેના બદલામાં બીજી વસ્તુ મોકલી દેવાની ફરિયાદ કરતા હોય છે. તાજેતરમાં બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિંહાને ઓનલાઇન શોપિંગનો કંઈક આવો જ કડવો અનુભવ થયો છે. સોનાક્ષી સિંહાએ છદ્બટ્ઠર્ડહ ઇન્ડિયા પરથી રૂ. ૧૮ હજારની કિંમતના હેડફોન ઓનલાઇન ઓર્ડર કર્યા હતા. જોકે, કંપની તરફથી જે વસ્તુ મળી તે જોઈને સોનાક્ષી લાલપીળી થઈ ગઈ હતી અને તેણીએ આ અંગે છદ્બટ્ઠર્ડહ કંપનીના કસ્ટમસ કેરમાં ફરિયાદ કરી હતી. જોકે, તેનો યોગ્ય પ્રત્યુતર ન મળતા તેણે આ વસ્તુ સાથેની તસવીર ટિ્વટર પર પોસ્ટ કરીને પોતાનો બળાપો કાઢ્યો હતો. સોનાક્ષીએ ર્મ્જી કંપનીના કિંમતી હેડફોન મંગાવ્યા હતા. જોકે, તેના બદલામાં તેને જે વસ્તુ મળી તે કાટ ખાઈ ગયેલો લોંખડનો એક નાનો ટુકડો હતો. આ અંગે સોનાક્ષીએ ટિ્વટ કર્યા બાદ એમેઝોન તરફથી ટિ્વટર પર જ માફી માંગવામાં આવી હતી.
Home Entertainment Bollywood Hollywood સોનાક્ષી સિંહાએ ઓનલાઈન હેડફોન મંગાવ્યા તો એમોઝોને લોખંડનો ટુકડો મોકલ્યો!!