ડાયરેક્ટર્સ એસોસિયેશને મી-ટૂના આરોપ હેઠળ સાજિદ ખાનને સસ્પેન્ડ કર્યો

873

મોખરાના ફિલ્મ સર્જક સાજિદ ખાનને ઇન્ડિયન ફિલ્મ એન્ડ ટેલિવિઝન ડાયરેક્ટર્સ એસોસિયેશને એક વર્ષ માટે સસ્પેન્ડ કર્યો હોવાની જાણકારી મળી હતી.

એક કરતાં વધુ અભિનેત્રીઓએ તાજેતરની મી ટુ ઝુંબેશમાં ઝંપલાવતાં સાજિદ ખાન સામે એવા આક્ષેપો કર્યા હતા કે અભિનેત્રીઓ સાથે એનું વર્તન શોભાસ્પદ હોતું નથી. એ સેટ પર ગાળો બોલે છે અને વલ્ગર જોક્સ મારે છે. એણે કેટલીક અભિનેત્રી સાથે છેડછાડ પણ કરી હતી. આ આક્ષેપો થયા બાદ સાજિદ નડિયાદવાલાએ અક્ષય કુમારના કહેવાથી હાઉસફૂલ ફોરના ડાયરેક્ટર પદેથી સાજિદ ખાનને કાઢી મૂક્યો હતો. ખુદ સાજિદની બહેન અને ટોચની કોરિયોગ્રાફર કમ ડાયરેક્ટર ફારાહ ખાને તથા સાજિદના ઓરમાન ભાઇ ફરહાન અખ્તરે સાજિદ ખાનના આ વર્તન અંગે વસવસો વ્યક્ત કર્યો હતો. સસ્પેન્શન પહેલાં ગયા મહિને એસોસિયેશને સાજિદને શો કોઝ નોટિસ મોકલી હતી જેના જવાબમાં સાજિદે આ આક્ષેપોનો ઇનકાર કરતાં આક્ષેપો કરનારી અભિનેત્રીએાએ પોતાની કારકિર્દી જોખમાવવાનું ષડયંત્ર કર્યું હોવાના વળતા આક્ષેપ કર્યા હતા.  ઇન્ડિયન ફિલ્મ એન્ડ ટેલિવિઝન ડાયરેક્ટર્સ એસોસિયેશને એક વર્ષ માટે સસ્પેન્ડ કર્યો હોવાની જાણકારી મળી હતી.

Previous articleઅર્ફી લમ્બા મેરાકેચ ફિલ્મ ફેસ્ટિવલમાં તેના બીજા આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ પર હસ્તાક્ષર કરશે!
Next articleકોહલીએ ફિલ્ડ સેટિંગ પર થોડોક વિચાર કરવો જોઈએઃ ઇયાન ચેપલ