કોહલીએ ફિલ્ડ સેટિંગ પર થોડોક વિચાર કરવો જોઈએઃ ઇયાન ચેપલ

728

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી તેની આક્રમરકતા માટે જાણીતો છે. કોહલી જ્યારે ફીલ્ડ પર હોય છે તો કેમેરા તેના ચહેરાની ભાવને કેદ કરવામાં કોઇ ચૂક કરતા નથી. જોકે, ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ બેટ્‌સમેન ઇયાન ચૈપલ પણ કોહલીને સલાહ આપી છે. તેમનું કહેવું છે કે કોહલીએ ફીલ્ડ સેટિંગ પર થોડોક વિચાર કરવો જોઇએ.

ચેપલે કહ્યું કે કોહલી એક સારો કેપ્ટન છે. તે પણ કેટલાક કેપ્ટન રહી ચૂકેલા કેપ્ટનની જેમ ફીલ્ડ ફેલાવીને રાખે છે. ક્રિકઇંફોના એક વીડિયોમાં ચેપલે ટ્‌વીટર દ્વારા પૂછવામાં આવેલા એક જવાબમાં આવું કહ્યું. તેમને એક યુજરે કોહલીની કેપ્ટનશીપને લઇને સવાલ પૂછ્યો. જેના જવાબમાં ચૈપલે કહ્યું કે તેની નજરમાં કોહલી સારા કેપ્ટન છે. પરંતુ તેને પોતાની ફિલ્ડ સેટિંગને લઇને થોડૂંક વિચાર કરવો જોઇએ. તેને કહ્યું જ્યારે તમે ફીલ્ડ ફેલાવીને રાખો છો તો બેટ્‌સમેનને સિંગલ લેવામાં સહેલાઇ થાય છે. જેનાથી તે જલગી સેટ થઇ જાય છે.

તેમને કહ્યું કે તમે સારા બેટ્‌સમેનની ઇનિંગ્સની શરૂઆતમાં સિંગલ આપી દે છે. તો તે તમારા માટે યોગ્ય નથી. તમારે શરૂઆતમાં જ તેની પર દબાણ બનાવવું જોઇએ. તે સિવાય ચૈપલનું પણ માનવું છે કે હાલની ભારતીય ટીમ આક્રમક છે. પરંતુ ૨૦૦૦ ટીમ જેટલી આક્રમક બિલકુલ નથી. તેમને કહ્યું કે ઓસ્ટ્રેલિયાઇ ટીમ પણ આક્રમક હતી.

Previous articleડાયરેક્ટર્સ એસોસિયેશને મી-ટૂના આરોપ હેઠળ સાજિદ ખાનને સસ્પેન્ડ કર્યો
Next articleપૂર્વ કોચ રમેશ પવારે મહિલા ક્રિકેટ ટીમના કોચ પદ માટે અરજી કરી