આશા રાખીશ કે કોઈની પણ સાથે સ્ટિવ અને વોર્નર જેવું વર્તન ન થાયઃ કોહલી

1001

બોલ ટેમ્પરિંગમાં દોષી જાહેર થયા બાદ સ્મિથ અને વોર્નર સાથે જાહેરમાં જે પ્રકારનુ વર્તન કરવામાં આવ્યુ હતુ, તેને લઈને નિરાશ થયેલા ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ જણાવ્યુ હતુ કે, દક્ષિણ આફ્રિકામાં બોલ ટેમ્પરિંગ વિવાદ બાદ ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નર વિરુદ્ધ સાર્વજનિકરીતે જેવુ વર્તન થયુ હતુ, તેને જોતા તે ખૂબ જ નિરાશ હતા. માર્ચમાં રમાયેલી કેપટાઉન ટેસ્ટ મેચમાં બોલ ટેમ્પરિંગમાં દોષી જાહેર કરાયેલા સ્મિથ અને વોર્નર હાલ એક વર્ષ માટે પ્રતિબંધની સજા કાપી રહ્યા છે. કોહલીએ ઓસ્ટ્રેલિયાના પૂર્વ વિકેટકીપર એડમ ગિલક્રિસ્ટને આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યુ હતુ કે, મને એ જોઈને ખૂબ જ દુઃખ થયુ હતુ. તમે ક્યારેય અવુ ન ઈચ્છો કે કોઈએ પણ આવી સ્થિતિનો સામનો કરવો પડે, કારણ કે હું ડેવિડ વોર્નર અને સ્ટીવ સ્મિથને ઓળખુ છું. તેણે વધુમાં જણાવ્યુ હતુ કે, મેદાનમાં પ્રતિસ્પર્ધા અને સંઘર્ષ બાદ તમે ક્યારેય એવી સ્થિતિ નહીં ઈચ્છશો, જેવુ આ બે ખેલાડીઓ સાથે થયુ. આ ઘટના બાદ જે થયુ તેને કારણે મને નિરાશા થઈ.

સ્મિથ અને વોર્નર ઉપરાંત ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આ મામલામાં સંલિપ્તતા માટે કેમરૂન બેનક્રોફ્ટને પણ નવ મહિના માટે પ્રતિબંધિત કર્યો. દક્ષિણ આફ્રિકાથી પરત આવવા પર સ્મિથ અને વોર્નર સાથે અપરાધિઓ જેવુ વર્તન કરવામાં આવ્યુ તેની મારા પર નેગેટિવ ઈફેક્ટ પડી હતી.

Previous articleપૂર્વ કોચ રમેશ પવારે મહિલા ક્રિકેટ ટીમના કોચ પદ માટે અરજી કરી
Next articleકુંબલેને કોચ પદ પરથી હટાવવાની ઘટના ભારતીય ક્રિકેટની સૌથી દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઃગૌતમ ગંભીર