ક્રિકેટમાંથી નિવૃત્તી લેનાર ગૌતમ ગંભીર ફક્ત એક ભયંકર બેટ્સમેન તરીકે જ પ્રસિદ્ધ નથી, પરંતુ તે તેના ફેંસમાં તેમની હટકે રાય આપવાની રીતથી પણ ખૂબ લોકપ્રિય છે. અનિલ કુંબલેને કોચ પદ પરથી દૂર કરવાના મુદ્દે ગૌતમ ગંભીરે અભિપ્રાય આપ્યો છે. તેમણે એક સમાચારમાં બીસીસીઆઈ અને વિરાટ કોહલીને પણ આટીમાં લીધા હતા. તેમના જણાવ્યા અનુસાર, અનિલ કુંબલેને કોચ પદ પરથી હટાવવાની ઘટનાં ભારતીય ક્રિકેટની સૌથી દુર્ભાગ્યપુર્ણ ઘટના છે, જેનાથી ભારતની ટીમને મોટુ નુકશાન થયું છે.
ગૌતમ ગંભીરને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે અનિલ કુંબલેને કોચના પદ પરથી કેમ કાઢી નાખવામાં આવ્યાં? ગંભીરે આ પ્રશ્નનો જવાબ આપતા કહ્યું કે કોચ પદ પરથી અનિલ કુંબલેને કાઢવાની પ્રકિયા ભારતીય ક્રિકેટ ટીમની સૌથી કમનસીબ ઘટના છે. જો તમે તમારા દેશનાં લિજેન્ડનું સન્માન નથી કરી શકતા તો કોનું કરશો? મને લાગે છે કે બેટ્સમેનો ગમે કેટલા રન બનાવીને જીતે. પરંતુ જો ભારતના ઇતિહાસમાં કોઈ મોટો મેચ વિજેતા હશે તો એ અનિલ કુંબલે છે.
તેમજ આગળ જણાવ્યું કે બીસીસીઆઈની સૌથી મોટી હાર એ છે કે અનિલ કુંબલે જેવા પ્રમાણિક અને નિઃસ્વાર્થ વ્યક્તિને કોચમાંથી કાઢી મુક્યાં. કુંબલેએ કેટલા મેચ જીતાડ્યાં છે અને તેના રેકોર્ડ પણ આટલા અદભૂત છે, અને આ છતાં પણ તમે તેની સાથે આ રીતે વર્તન કરશો. કુંબલેને કાઢીને બીસીસીઆઈને ખુશ ન થવું જોઈએ.