સૌરાષ્ટ્રમાં ખેડૂતોની હાલત કપરી બનતી જઇ રહી છે. ત્યારે વધુ એક ખેડૂત હિંમત હાર્યો છે. દ્વારકા જિલ્લાના ખંભાળિયાના ભાતેલ ગામના ખેડૂતે આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
મોંઘા બિયારણો અને બેંક લોનની હોડમાં વધુ એક ખેડૂતે જીવન ટુંકાવ્યું છે. દ્વારકા જિલ્લાના ખંભાળિયાના ભાતેલ ગામના ખેડૂત હનુભા દેવીસિંહ જાડેજા નામના ખેડૂતે પાક નિષ્ફળ જવાની બિકે આપઘાત કર્યો છે.
ખેડૂતે બેંકમાંથી લોન લઈ વાડીમાં વાવેતર કર્યું હતું જોકે પાક નિષ્ફળ જવાની ભીતી ખેડૂતને સતાવી રહી હતી. પોલીસે હાલ ખેડૂતે કરેલા આપઘાત બાદ ફરિયાદ નોંધી આ દિશામાં ઉલટ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે એક તરફ ખેડૂતને સાચવવા કરવામાં આવતી મોટી મોટી સભાઓ, ખેડૂતો માટે લાંબી લચક યોજનાઓ છતા આપઘાત કેમ કરવા મજબૂર છે આજનો ખેડૂત, કાગળીયા વાયદા ક્યારે ખરેખરમાં સાચા થશે અને ઘરતીના તાત જીવી શકશે.