જેસર તાલુકાના જુનાપાદર ગામે ૭ ગામોના ખેડૂતોએ વિધાનસભા ચૂંટણીમાં મત ન આપવાની ચિમકી આપી

1841
bvn27112017-3.jpg

જેસર તાલુકાના જુનાપાદર ગામે ૭ ગામોના ખેડૂતોની મીટીંગ મળી હતી. જેમાં તેમનો ૩૩ વર્ષ જુનો પ્રશ્નને લઇને આ ૭ ગામોના ખેડૂતોએ મીટીંગ કરી હતી. 
 ૩૩ વર્ષ પહેલા વીરપુર ગામ પાસે બાંધવામાં આવેલી સીબેટી નદી જેનું પાણીનો લાભ ૧૫ ગામોને મળતો પણ આ નદીમાં સરકાર દ્વ્રારા પાળો બાંધવામાં આવતા ૭ ગામો પાણીથી વંચિત રહી જાઈ છે જેના લીધે આ ગ્રામજનોને ખેતી તેમજ સિંચાઈનું પાણી મળતું નથી.
જેસર તાલુકાના જુનાપાદર, શેરડીવદર, ચોક, મોરચુપણા, કદમગીરી, સાતાનાનેસ, વિજાનાનેસ વગેરે ગામોને સીબેટી નદીનું પાણી મળતું નથી જેના લીધે આ ૭ ગામોના ખેડૂતો કહેવું એવું છે કે આ સીબેટી નદી જયારે બાંધવામાં આવી ત્યારે તેનું પાણી મળતું પરંતુ ત્યાં નદીમાં પાળો બાંધી દેતા નદીનું પાણી શેત્રુંજી ડેમમાં વહી જાય છે અને આ ૭ ગામોને આ પાણી મળતું નથી જો આ પાણી ૭ ગામોના ખેડૂતોને મળે તો સારી એવી ખેતી કરી શકે અને સિંચાઈમાં પણ આ પાણી ઉપયોગ કરી શકે અને જો આ ૭ ગામના ખેડૂતોનો પ્રશ્ન હલ કરવામાં નહિ આવે તો આ ૭ ગામના ખેડૂતો આવનારી વિધાનસભાની ચુંટણીમાં મતદાનનો બહિષ્કાર કરશે તેવી આ ૭ ગામોના ખેડૂતોએ ચીમકી ઉંચારી છે.

Previous articleદામનગર સિનીયર સીટીઝન ટ્રસ્ટ દ્વારા ભજીયાનો પ્રોગ્રામ
Next articleપાલીતાણાની સી.એમ. વિદ્યાલયમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો