મહેસૂલ પ્રધાન કૌશિક પટેલે બુધવારે ગાંધીનગર ખાતે જાહેરાત કરી હતી કે, ૧૩ લાખથી વધુ ખેડૂતોને ઈનપુટ સબસીડી અપાશે, ઉપરાંત મનરેગામાં ૧૦૦ના બદલે ૧૫૦ દિવસની રોજગારી અપવામાં આવસે. ખેડૂતોને ય્ઈમ્નું કનેક્શન આપવામાં આવશે.
આગામી ટૂંક સમયમાં કેન્દ્રથી ટીમ આવશે તેમની જોડે ચર્ચા-વિચારણા કર્યા બાદ કુલ કેટલા નાણાની સહાય કરાશે તેની ખબર પડશે.
ઉલ્લેખનીય છે કે મધ્ય પ્રદેશ છત્તીસગઢ અને રાજસ્થાનમાં ભાજપનો સફાયો થવા પાછળના કારણોમાં એક કારણ ખેડુતોનો રોષ હતો આગામી ૨૦મી ડિસેમ્બરે જસદણ વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પણ ખેડૂતોને થોડી રાહત મળે તેવા હેતુથી સરકારે ખેડૂતોનો આક્રોશ ઓછું કરવાનું મન બનાવી લીધું છે.