ઇમ્ૈં ગવર્નર ઉર્જિત પટેલે રાજીનામું આપી દીધુ છે. જેમાં ઉર્જિત પટેલે રાજીનામું આપવા પાછળ પર્સનલ કારણ જણાવ્યું છે. તેમજ હવે નવા ઇમ્ૈં ગવર્નર તરીકે શક્તિકાંત દાસની નિમણૂક કરવામાં આવી છે. શક્તિકાંતની નિમણૂક થતાં જ તેમના પર સવાલો ઉઠ્યા છે.
આજે ભાજપના વરિષ્ઠ નેતા જયનારાયણ વ્યાસે ટ્વીટ કરી જણાવ્યું છે કે નવા આરબીઆઇ ના ગવર્નર દાસની શૈક્ષણિક લાયકાત એમએ (ઇતિહાસ) છે. આશા રાખીએ અને પ્રાર્થના કરીએ કે તે આરબીઆઇને ઇતિહાસ નહી બનવા દે. નવા આગમનને મારા આશીર્વાદ છે હાલ સરકાર અને રિઝર્વ બેંક વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે અને સરકાર રિઝર્વ બેંકની કામગીરીમાં હસ્તક્ષેપ કરી રહી હોવાના આક્ષેપ થઇ રહ્યાં છે એ સંજોગોમાં જય નારાયણ વ્યાસની આ ટ્વીટ રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની છે.
ઉલ્લેખનિય છે કે ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ આરબીઆઇ નવા ગવર્નર શક્તિકાંત દાસની નિમણૂક પર વાંધો ઉઠાવ્યો હતો. તેમને આશંકા છે કે નવા ગવર્નરના પરને શક્તિકાંત દુરૂપયોગ કરી શકે છે. વડાપ્રધાનને લખાયેલા પત્રમાં સ્વામીએ આક્ષેપ કર્યો હતો કે શક્તિકાંત દાસ ભ્રષ્ટાચારની બાબતોથી ઘેરાયેલા ભૂતપૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમ માટે કામ કરી ચુક્યાં છે. સુબ્રમણ્યમ સ્વામીએ આ સંદર્ભે વડાપ્રધાન મોદીને લખ્યું છે કે દાસ ભૂતપૂર્વ નાણાપ્રધાનની ઘણા નજીક છે.