આયના-મેગ્નેટ’ તેમજ એન્ટર પેન્યોર ફિયેસ્ટા કાર્યક્રમનો શુભારંભ

706

ગાંધીનગરમા આવેલ કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન બી.પી.કૉલેજ ઓફ બિજનેસ ઍડમીનીસ્ટ્રેશન ખાતે  સતત ૧૯ વર્ષથી “આયના” શૈક્ષણિક તેમજ સાંસ્કૃતીક કાર્યક્રમ તેમજ મેનેજમેન્ટ પ્રદર્શન અને ઉધોગ સાહસિકતાનું પ્રાયોગિક અમલીકરણ આમ ત્રણ ક્ષેત્રે વિદ્યાર્થીઓને કેળવવા માટે નો ત્રિવેણી સંગમ સમાન કાર્યકર્મની શરૂઆત બીબીએ કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રાથનાથી કરવામાં આવી હતી. યુનીવર્સીટી ના પ્રેસિડેન્ટ વલ્લભભાઇ ભાઈ એમ પટેલ સાહેબ દ્વારા તમામ વિદ્યાર્થીઓ ને શુભેચ્છા પાઠવવા માં આવી છે. કાર્યક્રમને કડી સર્વ વિશ્વવિદ્યાલયનાં રજીસ્ટ્રારશ્રી એસ.કે.મંત્રાલા,પરીક્ષા નિયામક પી.કે.શાહ સાહેબ,કેમ્પસ ડાયરેક્ટર સોમભાઈ પટેલ દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.અતિથી વિશેષ તરીકે પણ કાર્યક્રમ ના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.અત્રે સાહેબશ્રી દ્વારા તેમના વક્તવ્યમાં વિદ્યાર્થીઓ માટે થતી વિવિધ પ્રવૃતિઓને બિરદાવી હતી. તેમજ આ ત્રણ દિવસના કાર્યક્રમમાં ગુજરાતની વિવિધ શાળાઓ ના ૫૧૦૦ જેટલા વિદ્યાર્થીઓમુલાકાત લેવાનો અંદાજ છે. તેમજ વિવિધ સ્પર્ધાઓમાં  મોટી અન્ખ્યામાં વિધાર્થીઓ ભાગ લઇ રહ્યા છે.જે ખુશીની બાબત કહી શકાય.તેમજ વિદ્યાર્થીઓ ને સ્પર્ધાને ખેલદિલી થી લેવા તેમજ હારજીત કરતા સ્પર્ધામાં ભાગ લેવો તે અગત્યની બાબત છે.તેમ જણાવ્યું હતું. અને તમામ વિદ્યાર્થીઓને શુભકામના ઓ પાઠવી હતી. કોલેજના આચાર્ય ડો.રમાકાંત પૃષ્ટિ દ્વારા તમામ મહેમાનો તેમજ વિદ્યાર્થીઓને સંસ્થાની વિવિધ પ્રવૃતિઓનો પરિચય આપ્યો હતો.ચીફ કો ઓર્ડીનેટર ડો.જયેશ તન્ના દ્વારા તમામ ઇવેન્ટ વચ્ચે ખુબ સમન્વય સ્થાપ્યું હતું. તેમજ તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફ ને કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરી આપી હતી.આ વર્ષ ની થીમ જિંદગી ને અનુરૂપ વિદ્યાર્થીઓ એ ખુબ આકર્ષક રીતે કાર્યક્રમ ને ઓપ આપ્યો હતો.

આ વર્ષે ગુજરાતની કુલ ૫૧ જેટલી શાળાઓ ના ૫૫૦૦ વિદ્યાથીઓ પ્રદર્શન ની મુલાકાતે તેમજ વિવિધ સ્પર્ધાઓ માં ભાગ લેવા આવ્યા હતા. તેમજ તેની સાથે સાથે કોલેજ ના ૮૨૫ વિદ્યાર્થીઓ પણ વિવિધ કમિટીઓ માં તેમજ મેગ્નેટ પ્રદશન આયના ની સ્પર્ધાઓ અને એન્ટર પેન્યોર ની સ્પર્ધાઓ માં ભાગ લઇ રહ્યા છે. આમ કોલેજ નો એક પણ વિદ્યાર્થી એવો નથી જે કોઈ ને કોઈ રીતે ઇવેન્ટ મેનેજમેન્ટ કે સ્પર્ધાઓ સાથે પ્રત્યક્ષ રીતે જોડાયેલ ન હોય. કુલ ૧૪ સ્પર્ધાઓ માં ગુજરાત ના વિવિધ ક્ષેત્ર ના ખ્યાતનામ વ્યક્તિઓ ને નિર્ણાયક તરીકે બોલાવવા માં આવ્યા છે. જે વિદ્યાર્થીઓ ને યોગ્ય નીરાન્ય તો આપ્શેજ પરંતુ સાથે સાથે તેઓને તેમની ભૂલો પણ જણાવશે અને વ્હાવીશ્ય માં વધુ સારું પ્રદર્શન કરવા યોગ્ય માર્ગદશન આપશે.

એન્ટરપેન્યોર ફિયેસ્ટામાં કોલેજના કુલ ૧૬ ગ્રુપ દ્વારા ૭૫ જેટલી ફૂડ અને હેન્ડી ક્રાફ્‌ટ ની પ્રોડક્ટ્‌સ તૈયાર કરવા માં અવી છે. તેમજ ૧૦ વિદ્યાર્થીઓ ની કમિટી સમગ્ર મેનેજમેન્ટ કરી રહી છે.તમામ વિદ્યાર્થીઓ દ્વારા થીમ આધારિત વ્યવસાયિક કંપનીઓનું સર્જન કર્યું હતું. અહીં પણ શાળાના વિદ્યાર્થીઓએ પણ સ્પર્ધામાં ભાગ લીધો હતો. પ્રથમ દિવસ ના અંતે આ લખી રહ્યું છે ત્યારે તમામ કંપનીઓ નું પ્રદર્શન સારું રહ્યું છે.તેમ ઇવેન્ટ ઇન્ચાર્જ દ્વારા જણાવ્યું હતું. તેમજ તેની સાથેસાથે તેઓએ કંપનીના મોડેલને અનુસાર સમગ્ર વ્યવસાય નું માળખું તૈયાર કર્યું હતું. જેમાં મેનેજીંગ ડીરેક્ટર થી લઇ માર્કેટિંગ ફાયનાન્સ અને એચ.આર વિભાગ મુજબ જવાબદારીઓની વહેચણી કરવામાં આવી હતી. અહીં કંપનીના રજીસ્ટ્રેશન નંબર તેમજ ય્જી્‌ નંબર પણ કૃત્રિમ રીતે તૈયાર કરવા માં આવ્યો હતો. જેથી વિદ્યાર્થીઓને સંપૂર્ણ રીતે કંપની નો અનુભવ મળે તેમજ તમામ વિદ્યાર્થીઓને  સમગ્ર ઇવેન્ટ નું ત્રણ દિવસનું એકાઉન્ટ પણ બનાવવા નું રહેશે. જેના આધારે તેઓ ના નફા કે ખોટ નો ખ્યાલ આવી શકે.

સાથે સાથે હાયજેનીક ફૂડ, સ્વચ્છતા મૂડીરોકાણ અને નફો જેવી તમામ બાબતો ને ધ્યાનમાં રાખીને વીજતા સ્પર્ધકો ની ટીમ જાહેર કરવા માં આવશે.આ નવતર પ્રયોગ વિદ્યાર્થીઓને ખુબ સ્પર્શી ગયો હતો. તેમજ આ કાર્યકર્મ થકી તેઓને ખુબ શિખવા મળી રહ્યું છે. તેમ વિદ્યાર્થીઓએ તેમના અભિપ્રાયમાં જણાવ્યું હતું.

Previous articleચૂંટણીના પરિણામો બાદ ભાજપના નેતાઓના બદલાયેલા સૂર ભાજપ માટે મુશ્કેલી સર્જશે ?
Next articleવાયબ્રન્ટને લઈને ગૃહ વિભાગનો હવાલો સૌરભભાઈને સોંપાય તેવી શકયતા