ગુજરાતમાં જાન્યુઆરીમાં વાઈબ્રન્ટ ગુજરાત સમિટ યોજાવાની છે ત્યારે હવે રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી મેડિકલ લીવ પર હોવાથી આ મહત્વપૂર્ણ વિભાગને લાંબા સમય સુધી ખાલી રાખી શકાય તેમ નથી.
આ વિભાગનો હવાલો કેબિનેટ મંત્રી સૌરભ પટેલને સોંપાય તેવી ચર્ચાઓ ચાલી રહી છે. વાઈબ્રન્ટ પહેલા આ મહિનામાં ૨૧ અને ૨૨ તારીખે ઓલ ઈન્ડિયા ડીજીપી કોન્ફન્સ પણ કેવડિયા કોલોની ખાતે યોજાવાની છે. જેમાં પીએમ મોદી પોતે ઉપસ્થિત રહેવાના છે. એ પછી એક મહિનામાં વાઈબ્રન્ટ સમિટ યોજાશે ત્યારે સુરક્ષાન તૈયારીઓ પર દેખરેખ રાખવી બહુ જરુરી બની ગયુ છે. આજે ગુજરાતના મંત્રીમંડળની બેઠક યોજાવાની છે.જેમાં ઉપરોક્ત જાહેરાત થવાની શક્યતાઓ છે. ઉલ્લેખનીય છે કે પ્રદિપસિંહ જાડેજાને કેન્સર થયા બાદ તેમની સર્જરી કરવામાં આવી છે અને તેઓ હાલમાં રજા પર છે.