રિઝર્વ બેંકની આઝાદી-મૂલ્યોને જાળવી રાખીશું : શક્તિકાંત દાસ

705

ભારતીય રિઝર્વ બેંકના ગર્વનર પદનો કાર્યભાર સંભાળ્યા બાદ શક્તિકાંત દાસ બુધવારે પહેલીવાર મીડિયા સાથે રૂબરૂ થયા. શક્તિકાંત દાસે પત્રકાર પરિષદ દરમિયાન કહ્યું કે બેંકની આઝાદી અને મૂલ્યોને જાળવી રાખીશું. આ દરમિયાન તેમણે કહ્યું કે બેકિંગ સેક્ટર પર તાત્કાલિક ફોકસ કરીશું. આરબીઆઇ એક મહાન સંસ્થાન છે, તેની લાંબી અને સમૃદ્ધ વિરાસત છે. શક્તિકાંત દાસે કહ્યું કે બધા મુદ્દાઓનો અભ્યાસ કરવામાં સમય લાગશે. આજના સમયમાં નિર્ણય લેવો વધુ જટિલ થઇ જશે. બધા ભાગીદારો પાસેથી સલાહ ખૂબ મહત્વપૂર્ણ છે. તેનાથી મુદ્દાઓને લઇને અમારી સમજ સારી થશે.

શક્તિકાંત દસે કહ્યું કે હું આવતીકાલે એટલે કે ગુરૂવારે સરકારી બેંકોના એમડી અને સીઇઓ સાથે મુંબઇમાં એક બેઠક બોલાવી છે. આ પહેલાં બુધવારે સવારે શક્તિકાંત દાસે ગર્વનર પદનો કાર્યભાર ગ્રહણ કર્યો. કાર્યભાર ગ્રહણ કર્યા બાદ શક્તિકાંત દાસે એક ટિ્‌વટ કરી કહ્યું કે ’ભારતીય રિઝર્વ બેંકના ગર્વનરની જવાબદારી સંભાળી, તમારી શુભેચ્છાઓ માટે ધન્યવાદ.’ નાણામંત્રી અરૂણ જેટલીએ શક્તિકાંત દાસને આરબીઆઇના ટોચના પદ માટે ’યોગ્ય સાખ’વાળા વ્યક્તિ ગણાવ્યા.

પૂર્વ નાણા સચિવ અને નાણા પંચના સભ્ય શશિકાંત પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીના એકદમ વિશ્વાસપાત્ર છે. કેંદ્રીય આર્થિક બાબતોના સચિવના રૂપમાં શશિકાંત દાસ દેશના સૌથી શક્તિશાળી લોકોમાંના એક ગણવામાં આવે છે. જોકે તેમના કામથી પ્રભાવિત થઇને મોદી સરકારે નોટબંધી બાદ આર્થિક મામલાના સચિવ પદનો કાર્યકાળ ત્રણ મહિના માટે વધારી દીધો હતો.

તે માર્ચ ૨૦૧૭માં નિવૃત થવાના હતા. તેમનો કાર્યકાળ ૩૧ મે ૨૦૧૭ સુધી વધારી દેવામાં આવ્યો હતો. દાસના એક વરિષ્ઠ અને અનુભવી નોકરશાહ રહ્યા છે. તેમનો સમગ્ર જીવન લગભગ દેશના આર્થિક અને નાણાકીય મેનેજમેંટમાં પસાર થયું છે. ભલે તે ભારત સરકારના નાણા મંત્રાલયમાં કાર્યરત રહ્યા હોય અથવા તમિલનાડુમાં રાજ્ય સરકારની સાથે કામ કર્યું હોય.

Previous articleરાજસ્થાનમાં મુખ્યમંત્રી પદ અંગે નિર્ણય આજે : સહમતિ ન સધાઈ
Next articleઈશા-આનંદનાં લગ્ન : અંબાણી પરિવારે આવકાર્યા મહેમાનોને