સામાન્ય રીતે નેતાનો સંપર્ક કરવો આમ જનતા ભગવાનને મળવું બરાબર છે. લોકોમાં સીધા સંપર્કમાં રહી પ્રજાના કામો અટકે નહિ તે હેતુથી રાજુલા જાફરાબાદ ખાંભા વિધાનસભામાં આગેવાન દ્વારા હેલ્પલાઈન સેવા શરૂ કરતા આમ જનતામાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે.
જાણવા મળતી વિગત મુજબ રાજુલાના પુર્વ ધારાસભ્ય અને પુર્વ સંસદીય સચિવ હિરાભાઈ સોલંકી દ્વારા હેલ્પલાઈન શરૂ કરતા આમ જનતામાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે. આ વિસ્તારમાં સરકારની વિવિધ યોજનાઓ સરદાર અવાસ ઈન્દિરા આવાસમાં અમૃતક કાર્ડ આવક જાતિના દાખલ વીજમીટર સહિતના નાના મોટા કામમાં પ્રજાના કામો ટલ્લેચ ડતા હોય અથવા ખબર ન પડતી હોય તેવા સંજોગોમાં આ વિસ્તારમાં પ્રજાના કામો માટે ર૪ કલાક હેલ્પલાઈન સેવા શરૂ કરવામાં આવી છે.
આ હેલ્પલાઈનમાં ર મોબાઈલ નંબર પર ર૪ કલાક જવાબ મળશે અને લોકોના કામ કરવામાં આવશે ગુજરાતમાં પ્રથમ વખત રાજુલાના આગેવાને પહેલ કરી છે. પ્રજાને લાભલેવા અનુરોધ કરાયો છે અને ૭૮૭૮૭૮રપર૮ અને ૮૧૪૦૦૯રપર૮ પર સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.